સાળંગપુરમાં હનુમાન જયંતીએ લાખો ભક્તો ઉમટ્યા
થાઇલેન્ડથી ખાસ મંગાવેલ ફૂલોનો દિવ્ય શણગાર કરાયો, પ્રાંગણમાં ભવ્ય શોભાયાત્રા નીકળી
હાથી, અખાડા, બલુન કાર્ટુન, એર કાર્ટર, બાંબુમેન, ટીમલી ડાન્સ, અગનગોળા સહિતના અનેક આકર્ષણો
આજે બોટાદ નજીક આવેલ સાળંગપુર ખાતે હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી. સાળંગપુર ખાતે લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. તેમાં ગઈકાલે સાળંગપુર ધામ ખાતે નારાયણ કુંડથી નીકળી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પ્રાંગણ સુધી ભવ્યાતિભવ્ય કળશયાત્રા શોભાયાત્રા યોજાઈ હતી જેમાં 3 લાખ ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી, ગજરાજ, ઘોડા અને બળદગાડા જોડાયા હતા. તેમજ નાસીક ઢોલ, સીદી ડાન્સ, હનુમાનજી , સુખપુર રાસમંડળી લેડીઝ બેન્ડ અને અઘોરીનૃત્યે આકર્ષણ જમાવ્યું હતું.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ અંતર્ગત પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.11-04-2025ને શુક્રવારના રોજ શ્રી કષ્ટ ભંજન દેવને શ્રીલંકાથી મંગાવેલ 700 પીસના ફુલોથી -સેવંતીના મીક્સ ફુલોનો અને થાઈલેન્ડ થી મંગાવેલ હારનો દિવ્ય શણગાર કરાયો હતો.
સાંજે 04:30 કલાકે નારાયણ કુંડથી નીકળી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પ્રાંગણ સુધી ભવ્યાતિભવ્ય કળશયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પીપુડી-શરણાઈવાળા-125, અખાડા વાળા, કાર્નિવલ- વ્યોમ બલુન સેવા-6 બલુન કાર્ટુન ,એર કાર્ટર, જોકર-6, બાંબુમેન-2 , બગી જીપ-5 ,બગી ઘોડા-4, જી5 -3, માફક બેંડ સ્ટાફ-30, છત્રી, ડી.જે.-3, હાથી-4,થાર-10, જીપ-1, સાફાવાળા,ટીમલી ડાન્સ, ડાંસીંગ ઘોડી-2, અગનગોળા-6, હનુમાનજી મંકી-6, થીમ ગૃપ, નાસીક ઢોલ, સીદી ડાન્સ, હનુમાનજી , સુખપુર રાસમંડળી લેડીઝ બેન્ડ ,બળદગાડા, બળદગાડા ,અઘોરીનૃત્ય-10 કલાકાર વિગેરે સાથે ભવ્યાતિભવ્ય કળશયાત્રા પવિત્ર શ્રી નારાયણ કુંડથી નીકળી મંદિરના પ્રાંગણ સાંજે 6:45 કલાકે પહોચી હતી. વિશેષ કળશયાત્રાની ભવ્યતા વાત કરીએ તો દાદાના મહાભિષેક માટે લઈ જવાતું સુવર્ણ કળશમાં સપ્તસિંધુનું પવિત્ર જળ રાખવામાં આવ્યું હતું. પ્રસાદી ભૂતસ્થાનના જળમાં ઉન્મતગંગા (ઘેલો), નારાયણ સરોવર, પંપા સરોવર, મહાકુંભ ત્રિવેણી સંગમ, ગોદાવરી, સાબરમતી, ગંગાજી, નર્મદા, મંદાકિની, કપિલા, નારાયણ કુંડ, મોના, તાપી, અરુણા,વરુણા, શિવાલય સરોવર, ચંદ્રભાગા, વિશ્વામિત્રી, તુંગભદ્રા, પાતળગંગા (સ્કાફ ટિકશીલા), કાવેરી, પુષ્કરણી સરોવર, અક્કા તોલી સરોવર, તોતાદ્કરી સરોવર, ક્ધયાકુમારી સમુદ્ર, રામેશ્વર સમુદ્ર, લક્ષ્મણ કુંડ,. બાવીસ કુંડ, અરબ હિન્દ મહા સાગર, વિષ્ણુ કાંચી સરોવર, આકાશ પાતાળ ગંગા (તિરુપતિ ),જગન્નાથપુરી સમુદ્ર , ચક્રતીર્થ, ચંદન તલાવડી,ઇન્દ્રધુમ્ન સરોવર, ભુવનેશ્વર સરોવર, ગંગાસાગર સમુદ્ર, કપિલાશ્રમ સમુદ્ર, ફલ્ગુ -ગયાજી, સીતાકુંડ, ધનુષકુંડ, ગંગા સાગર કુંડ, નારાયણ સરોવર -છપૈયા, વિશ્વામિત્રી, ખાપા તલાવડી -ભૂતિયો કુવો, ગંગા જળિયો કૂવો, મીનસાગર, શ્રવણ તલાવડી, મનોરમા યમુના, સરસ્વતી, સરયુ નદી વગેરે પ્રસાદી ભૂત સ્થાનના જળને કળશમા રાખવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે પંચમુખી હનુમાનજી મહારાજ કળશયાત્રાની મુખ્ય ઉત્સવમૂર્તિ રૂૂપે દર્શન આપ્યા હતા, ધામોધામ પધારેલ સંતોની ઉપસ્થિતિ રહી ભક્તોને દર્શન આપ્યા હતા, 4 ગજરાજ (હાથી)ની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થયા હતા, હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કરી આ શોભાયાત્રામાં જોડાયા હતા. 251 પુરુષ-મહિલા ભક્તો સાફા ધારણ કરી દાદાને રાજી કર્યા હતા. 108 બાળકો દાદાના વિજયી ધ્વજને લહેરાવ્યો હતો, તો શાભાયાત્રમાં આફ્રિકન સિદ્દી ડાન્સ જબરજસ્ત આકર્ષણ જમાવ્યુ હતું, ડી. જે. નાસિક ઢોલ, બેન્ડવાજા વગેરે સંગીતની ટીમો ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, દેશી ઘોડા ગાડી આકર્ષણ જમાવ્યુ હતું, રપ1 કિલો પુષ્પ અને રપ000 ચોકલેટ સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવ્યા હતા.