રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે જ લાખો ભાવિકો ઉમટ્યા

11:59 AM Mar 06, 2024 IST | admin
Advertisement

ગુજરાતનો ઇતિહાસ જ્યારે જ્યારે લખવામાં આવે છે. ત્યારે ત્યારે જૂનાગઢ, ગીરનાર અને ભવનાથ તળેટીમાં થતા મહાશિવરાત્રિના મેળાને અચૂક યાદ કરવામાં આવે છે. જેટલું ધાર્મિક મહત્વ ભવનાથ તળેટીનું છે તેટલું જ મહત્વ અહીં યોજાતા મહાશિવરાત્રિના મેળાનું છે. ત્યારે ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.ભવનાથ તળેટીમાં અન્નક્ષેત્રો ધમધમતા થયા છે. તળેટી હરહર મહાદેવ અને જય ગીરનારીના નાદથી ગુંજી ઉઠી છે. જૂનાગઢના ભવનાથ મંદિરે ધ્વજા રોહણ બાદ વિધિવત રીતે શિવરાત્રિના મેળાની શરૂૂઆત કરવામાં આવી. આગામી 8 માર્ચ સુધી આ મેળો ચાલવાનો છે. ત્યારે મેળામાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શિવભક્તો ભવનાથ તટેળી ખાતે ઉમટી પડ્યાં હતા. અને ભગવાન શિવને શિશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. મહાશિવરાત્રીના મેળામાં છ દિવસ સુધી ધાર્મિકતાની રંગત જોવા મળતા હોય છે. જેમાં દેશભરના સાધુઓ જોડાઈ છે. મેળામાં દિગમ્બર સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.જે ધૂણી ધખાવીને ભવનાથમાં શિવભક્તોને દર્શન આપે છે. ત્યારે આ વખતે શિવરાત્રિના મેળામાં દિગમ્બર સાધુઓ અવનવા રંગરૂૂપમાં જોવા મળ્યા. કોઈ ચહેરા પર ગોગલ્સમાં તો કોઈ ચલમ ફુંકતા જોવા મળ્યા.જેટલું મહત્વ કુંભ મેળાનું છે, તેટલું જ મહત્વ મહાશિવરાત્રિના મેળાનું છે. મેળાના છેલ્લા દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે દિગમ્બર સાધુઓનું સરઘસ રવેડી સ્વરૂૂપે નીકળે છે. જેમાં સાધુઓ અંગ કસરતના દાવ, તલવાર બાજી જેવી અવનવા કરતબો કરે છે. એક લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. આમ આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદિરમાં પાસે આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ સાધુ, સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. કહેવાય છેકે આ કુંડમાં ન્હાવા પડેલા અમુક સાધુઓ બહાર નથી આવતા અને ત્યાંથી જ અદ્રશ્ય થઈ જાય છે.આ એક માન્યતા છે. પરંતુ જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂૂર નથી હોતી.

Advertisement

જૂનાગઢ ખાતે આજે ભવનાથ મહાદેવના મંદિર ખાતે ધ્વજ રોહન બાદ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ ઘોષિત કરાયો છે જ્ઞાતિ સમાજને ટ્રસ્ટ ના ઉતારા મંડળ દ્વારા મેળાના પ્રારંભેસુ ભવનાથના સુદર્શન તળાવના પવિત્ર પાણીથી ભવનાથ દાદાને અભિષેક કરવામાં આવ્યો. હતો બાદમાં આ તળાવનું પવિત્ર પાણી પ્રસાદીરૂૂપે તમામ ઉતારા મંડળો- અન્નક્ષેત્રોમાં આપી અન્નક્ષેત્રોને ધમધમતા કરવામાં આવ્યા છે.આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર ભવનાથ ખાતે આજથી મહા શિવરાત્રી 8 માર્ચ શુક્રવાર મધ્ય રાત્રી- સુધી મહા શિવરાત્રિનો મેળો યોજાનાર હોય અને મેળામાં પ્રતિ વર્ષ લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ ભાવિકો માટે મહત્વની ગણી શકાય તેવી ભોજનની સુવિધા ઉતરા મંડળો- અન્નક્ષેત્રોના સંચાલકો કરતા હોય છે.ત્યારે ભવનાથ ઉતારા મંડળના ભાવેશ વેકરિયાએ જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષ મેળામાં આવતા લાખ્ખો ભાવિકો માટે ભાવતા ભોજનિયા પિરસવાની સેવા અન્નક્ષેત્રો અને વિવિધ ઉતારાઓ દ્વારા કરવામાં આવે છે. ભવનાથ મહાદેવને ધ્વજા રોહણ બાદ વિધીવત રીતે મેળાનો પ્રારંભ થશે. મેળાના પ્રારંભ સાથે ઉતારા મંડળો.અન્નક્ષેત્રો પણ ધમધમતા થયા છે આજે ઉતારા મંડળ દ્વારા સુદર્શન તળાવનું સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધી વિધાન સાથે પૂજન કરવામાં આવ્યુ હતું.

2,879 સુરક્ષા કર્મચારીઓ ખડેપગે

આ વર્ષે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ યાત્રિકો મહાશિવરાત્રીનો મેળો માણવા ઉમટશે તેવું તંત્ર દ્વારા હનુમાન લગાવાઇ રહ્યું છે.આ મેળામાં ફક્ત ભારતના નહીં પરંતુ ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો અભ્યાસ કરતા વિદેશના યાત્રિકો પણ જોડાય છે. આ મહાશિવરાત્રી મેળાનું આજથી 8 માર્ચ સુધી આયોજન કરાયુ છે મેળામાં આવનાર ભાવિકોની સુરક્ષાને લઈને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે એસઆરપી સહિત 2879 સુરક્ષા કર્મચારીઓ મેળામાં બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા છે.

250થી વધુ અન્નક્ષેત્રો ખાતે હરિહરની હાકલ

તળાવના પવિત્ર જળથી ભવનાથ મહાદેવને અભિષેક કરવામાં આવ્યો હતો.સાથે આ પવિત્ર જળને પ્રસાદીરૂૂપે તમામ ઉતારા-અન્નક્ષેત્રોમાં આપવામાં આવ્યુ હતુ સુદર્શન તળાવના જળની પ્રસાદીની સાથે અન્નક્ષેત્રો ધમધમતા થયા હતા. તેની સાથે ઉતારા મંડળના કાર્યાલયનો પણ આજથીજ પ્રારંભ કરવામાં આવ્યો છે. પાલિકા વિસ્તારમાં અંદાજીત 132 અને અન્ય 118 જેટલા મળી કુલ 250 કરતા વધુ સ્થળોએ અનશેત્રો યાત્રાળુઓને હરિહર ની સુવિધા આપી રહ્યા છે. મેળાનો પ્રારંભ થતાં આ ઉતારા અને અન્નક્ષેત્રો ખાતે મોટી સંખ્યામાં લોકો ભાવતા ભોજન પ્રસાદી સ્વરૂૂપે લઈ રહ્યા છે.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWSMahashivratriMahashivratri fair
Advertisement
Next Article
Advertisement