રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહિલા દિવસે સિટીબસ અને BRTSમાં બહેનો વિનામૂલ્યે મૂસાફરી કરી શકશે

04:57 PM Mar 06, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન-સ્ટેન્ડિંગ કમિટી જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષના દંડક મનીષભાઈ ાડીયા એક સંયુક્ત યાદીમાં જાહેરાત કરતા જણાવે છે કે, આગામી 8-મી માર્ચ, 2024નાં રોજ 113-મા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલાઓ એક દિવસ માટે, સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

Advertisement

વિશેષમાં જણાવે છે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યમાં સરકાર ક્ધયા કેળવણી અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, મહિલાઓમાં નામે મિલકત રજીસ્ટ્રેશન સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્કર્ષમાં યોગદાન કરી રહેલ છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે.

આજે મહીલાઓ પુરૂૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્કર્ષ માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામતનું વિધેયક િીજ્ઞિ;ંનારી શક્તિ વંદન અધિનિયમિીજ્ઞિ;ં લોકસભામાં 454 મતથી પસાર થયેલ છે. જે સમગ્ર દેશ માટે ખુબ જ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક બાબત છે.

Tags :
Citybusgujaratgujarat newsrajkotrajkot newswomen's day
Advertisement
Next Article
Advertisement