રાજકોટ વિભાગની વાંકાનેર વચ્ચે દોડતી વધુ એક બસમાં સાફ-સફાઇનો અભાવ
ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભર્યા અને બસમાં ગંદકીના ગંજની ફરિયાદ
તાજેતરમાં સાતમ આઠમ અને રક્ષાબંધનના ત્યૌહારો દરમિયાન એસ.ટી તંત્રમાં ભારે ભીડ જોવા મળી હતી અને હકડેઠઠ મેદની બસોને સફાઈ કરવાનો જાણે કે સમય મળતો ન હોય તે રીતે ફક્ત બહારથી કરોડોના મશીનો દ્વારા સાફ સફાઈ થઈ જાય પરંતુ અંદર જાણે મુસાફરને બદલે ઘેટા બકરા ભરવાના હોય એ રીતે ગંદકી જોવા મળતી હતી. વાંકાનેર-રાજકોટ-વાંકાનેર વચ્ચે દોડતી બસ બપોરે ચાર વાગે રાજકોટ થી ઉપડેલી GJ-18-Z 7616 નંબરની બસમાં અને રાત્રે 8:15 કલાકે વાંકાનેર થી ઉપડેલી બ્લુ કલરની નવી નકોર બસ GJ-18-Z T 0344 નંબરની બસમાં સફાઈ નો અભાવ જોવા મળેલ હતો અને મુસાફરોએ બેસવાની જગ્યાએ નીચે તથા ગેટ પાસે બેસુમાર ગંદકી જણાઈ હતી.
ચાર વાગ્યાની બસમાં સીટો પણ ચિંથરેહાલ જોવા મળી હતી અને આ બંને બસમાં ગેલેરીમાં કે જે મુસાફરોએ જે સ્થળે સામાન રાખવાનો હોય તે જગ્યાએ પાણીની ખાલી તથા ભરેલી બોટલો, જેમાં અમુક બોટલમાં કોલ્ડ્રીંક્સ, દૂધની બોટલ તેમજ અન્ય બોટલો ના ઢગલાઓ જોવા મળ્યા હતા બંને બસોમાં 20 થી 25 બિનજરૂૂરી બોટલો મળી હતી અને બસ જાણે કે 10 થી 15 દિવસથી આ જગ્યાએ સફાઈ ન થઇ હોય તે પ્રકારે ધૂળના રજકણો ધૂળના થપ્પાઓ જોવા મળેલ હતા.
બસમાં મુસાફરોનો સામાન ધૂળધાણી થઈ જાય તે પ્રકારે ધૂળ જોવા મળી હતી બસમાં રહેલ તમામ ખાલી બોટલો ગજેન્દ્રસિંહ ઝાલા એ બસની ડસ્ટબીનમાં મુકતા ડસ્ટબીન સંપૂર્ણપણે ભરાઈ ગઈ હતી અને ઉભરાઈ ગઈ હતી આ ખાલી બોટલો અને ગંદકી સાથેના ફોટાઓ વાંકાનેર ડેપો મેનેજર હિરેનભાઈ પરમારને વાંકાનેર ડેપો ની બસમાં સાફ સફાઈ રાખવા, અને તૂટેલી સીટો ની તાત્કાલિક મરામત કરવા ટેલીફોનિક રજૂઆત કરવામાં આવી હતી જે પગલે ડેપો મેનેજરે સ્વીકાર્યું હતું કે સફાઈ કામદાર રજા પર હોવાથી આ પ્રકારે ખાલી બોટલો અને ગંદકી હોઈ શકે છે પરંતુ હવે પછી આ પ્રકારની ફરિયાદ મળશે નહીં તેની તેઓએ ખાતરી આપી હતી.