રેલનગરમાં 13મા માળેથી પડતા શ્રમિક યુવાનનું મોત
04:29 PM Jul 10, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ શહેરના રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ દ્વારકા વિલેજ ની સામે આવેલા બિલ્ડીંગના 13માં માળેથી પડી જતા શ્રમિક યુવાન નું મોત થયું હતું. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે કાગળો કર્યા હતા.
Advertisement
વધુ વિગતો મુજબ જેલ નગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ દ્વારકા વિલેજની સામે આવેલા બિલ્ડીંગના 13મા માળે કામ કરી રહેલા મૂળ દાહોદના શ્રમિક જયનેશ રમેશભાઈ મોહનિયા નામના 20 વર્ષના યુવાન અચાનક તેરમા માળેથી નીચે પટકાતા તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને કોઈએ 108ને જાણ કરતા 108ના તબીબ કાળુભાઈ ગોહિલે જયનેશને મૃત જાહેર કર્યો હતો.જયનેશ કડિયા કામ કરતો હતો.આ મામલે પ્ર. નગર પોલીસે કાગળો કર્યા હતા.
Next Article
Advertisement