કચ્છની ધરા ફરી ધ્રુજી 4.0ની તીવ્રતાનો આંચકો
કચ્છમાં અત્યારે મોડી સાંજે ધરતીકંપનો આંચકો આવ્યો છે. સાંજે સવા આઠ કલાકે 4.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ દિવસ પૂર્વે અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતમાં પણ આંચકો આવ્યો હતો. જેના પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે.મળતી માહિતી મુજબ, કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા ગાંધીધામ, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી.
જેમાં કચ્છના રાપરથી 26 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ સહિતના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મળતી માહિતી પ્રમાણે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4 નોંધાઈ છે.ગાંધીનગર ઈન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચની માહિતી પ્રમાણે સાંજે 8:18 કલાકે રાપરથી 26 કિ.મી. દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર નથી. મળતી માહિતી પ્રમાણે, કચ્છના રાપર સહિતના વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યાં હતા.