રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કુછ દિન તો ગુજારો ગુજરાતમેં, પ્રવાસન માટે બજેટમાં 2098 કરોડની જોગવાઇ

06:08 PM Feb 02, 2024 IST | Bhumika
Advertisement

ધરોઇ બંધ વિસ્તારને વૈશ્ર્વિક કક્ષાનુ પ્રવાસધામ બનાવાશે, યાત્રાધામો ડેવલપ થશે

Advertisement

દેશ અને વિદેશના પ્રવાસીઓને ગુજરાતનું કાયમ આકર્ષણ રહ્યુ છે ત્યારે બજેટમાં પ્રવાસન વિભાગ માટે 2098 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ 200 કરોડના કામ પ્રગતિ હેઠળ છે સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે ન200 કરોડના આયોજન પૈકી 30 કરોડની તથા રાજ્યના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરે માટે ન145 કરોડના આયોજન પૈકી 40 કરોડની જોગવાઇ તથા અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલસફારી તેમજ ઈકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે 170 કરોડના આયોજન પૈકી ન45 કરોડની કરવામાં આવી છે.

અયોધ્યાધામ ખાતે ગુજરાત યાત્રી નિવાસ માટે 50 કરોડના આયોજન પૈકી 10 કરોડની તથા જિલ્લાના મહત્વના પ્રવાસી સ્થળોએ સુવિધાઓ પૂરી પાડવા માટે 100 કરોડના આયોજન પૈકી 30 કરોડની તથા જુદા જુદા સ્થળો ખાતે રોકગાર્ડન, સ્ક્લ્પચર, સ્કાય વોકના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 80 કરોડની જોગવાઇ છે. ભારત સરકારની પહેલ ટ્રાવેલ ફોર લાઇફ ના ઉદ્દેશને પ્રોત્સાહન આપવા, ખઈંઈઊ (ખયયશિંક્ષલ, ઈંક્ષભયક્ષશિંદય, ઈજ્ઞક્ષરયયિક્ષભય, ઊડ્ઢવશબશશિંજ્ઞક્ષ) પ્રવાસન તેમજ સસ્ટેનેબલ ટુરિઝમ વિશે જાગૃતિ લાવવા 15 કરોડની અને જુનાગઢ ખાતે આવેલ ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્યનાં જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 35 કરોડની તથા ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ તરીકે વિકસાવવાની કામગીરી માટે 480 કરોડનું આયોજન. તે પૈકી 100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પાવાગઢ યાત્રાધામના સર્વાંગી વિકાસ અર્થે કુલ ન1ર1 કરોડના ખર્ચે પ્રથમ બે તબકકાની કામગીરી પૂર્ણ થયેલ છે. ત્રીજા અને ચોથા તબકકામાં કુલ નર38 કરોડના ખર્ચે માંચી ચોક, ચાંપાનેર અને વડા તળાવ ખાતે યાત્રાળુલક્ષી સુવિધાઓની કામગીરીનું આયોજન, અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું કુલ 117 કરોડના ખર્ચે આયોજન તથા શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે ન 71 કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અગત્યતા ધરાવતાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા 46 કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યુ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 150 કરોડની જોગવાઇ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે 300 કરોડની, સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર એકતા નગરના પ્રોજેક્ટ માટે 25 કરોડની અને એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીર બાલક ઉદ્યાન બનાવવાનું આયોજન છે.

Tags :
gujaratGujarat budgetGUJARAT BUDGET 2024gujarat news
Advertisement
Next Article
Advertisement