રૂપાલા સામે આંદોલન કરનાર ક્ષત્રિયાણીઓનું કરાશે સન્માન
લોકસભાની ચુંટણી સમયે ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે શરૂ થયેલું આંદોલન કોઇને કોઇ રીતે જીવંત રાખવા પ્રયાસો થઇ રહ્યા છે. હવે પરસોતમ રૂપાલા સામેના આંદોલનમાં ભુમિકા ભજવનાર ક્ષત્રીય સમાજના મહિલાઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ રાજપુત સમાજ અસ્મિતા આંદોલન વખતે જે ક્ષત્રિયાણીઓએ નીડરતાથી આગળ આવીને દુનિયાને શૌર્યતા અને સામથ્યતાના દર્શન કરાવ્યા હતા તે તમામ ક્ષત્રિયાણીના સન્માન માટે ભવ્યાતિભવ્ય સમારંભ થવા જઈ રહ્યો છે. જેમાં તમામ સમાજના લોકોને ઉપસ્થિત રહેવા જણાવવામા આવ્યું છે. આ સન્માન સમારોહ ક્ષત્રાણી સંગમ ચેરીટેબર ટ્રસ્ટ અમદાવાદ દ્વારા 15-10-2024 ના રોજ યોજાશે.
આ મામલે ક્ષત્રાણી સંગમ ચેરીટેબર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રેસ્ટી ગીતાબા પરમારે જણાવ્યું હતુ કે, અમારા ટ્ર્સ્ટ દ્વારા 15-10-2024 ના રોજ નારી શક્તિ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન તે વિરાંગનાઓ માટે થવા જઈ રહ્યુ છે કે, જેમણે રુપાલા વિરુદ્ધના આંદોલનમાં સક્ષમ રીતે આગળ આવ્યા હતા. પોતાના સમાર્થ્ય અને શક્તિના દર્શન કરાવ્યા હતા. ઘણા બહેનોએ પોલીસ સાથે અથડામણમાં પણ હાર નહોતી માની અને ગણી બહેનો હોસ્પિટલાઈઝ પણ થઈ હતી. ઘણા લોકો ડિટેઈન થયા હતા અને ઘણા લોકોને નજર કેદ પણ કરવામા આવ્યા હતા. આવા તમામ બહેનો જે શક્તિ સ્વરુપે બહાર આવી અને રુપાલાના વિરુદ્ધના આંદોલનમાં ભાગ લીધો છે આવી ક્ષત્રિયાણીઓનું અમે સન્માન કરવા માંગીએ છીએ.