For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં કોવિડ-19 એડવાઇઝરી જારી

11:43 AM Dec 20, 2023 IST | Sejal barot
ગુજરાતમાં કોવિડ 19 એડવાઇઝરી જારી

દેશમાં કોરોનાના કેસ વધતા અને ગઇકાલે ગુજરાતમાં નવા વેરિઅન્ટના શંકાસ્પદ બે કેસ મળી આવતા રાજ્ય સરકાર એલર્ટ બની છે અને રાજ્યના આરોગ્ય કમિશનરે ગઇકાલે કોવિડ-19 ગાઇડ લાઇનની અમલવારી કરવા એક ગાઇડ લાઇન બહાર પાડી છે અને વિભાગીય નાયબ નિયામક આરોગ્ય વિભાગ, જીએમઇઆરએસ, મેડીકલ કોલેજો, સરકારી હોસ્પિટલોના તબીબી અધિકારીઓ, દરેક જિલ્લા પંચાયતોના આરોગ્ય અધિકારીઓ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીઓ સાથે સિવિલ સર્જન, મહાનગરપાલિકાઓ અને સબ ડીસ્ટ્રીકટ હોસ્5િટલોને ટેસ્ટ, ટે્રક, ટ્રીટમેન્ટ અને કોવિડ એપ્રોપીએટ બિહેવીયરના સિધ્ધાંત મુજબ દર્દીઓને શોધવા સુચના આપી છે.

Advertisement

કેન્દ્રીય મંત્રીએ તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરે તમામ આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું કે આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને રાજ્યોએ શ્વસનની સ્વચ્છતા સાથે રોગના ફેલાવાના જોખમને ઘટાડવાની જરૂર છે. આ માટે જરૂૂરી જાહેર આરોગ્યના પગલાં અને અન્ય વ્યવસ્થા કરવા સલાહ આપી હતી. કેન્દ્રએ રાજ્યોને કોવિડ પરીક્ષણ માર્ગદર્શિકા અનુસાર પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા જણાવ્યું છે. છઝ-ઙઈછ અને એન્ટિજેન પરીક્ષણોનો ભલામણ કરેલ હિસ્સો જાળવી રાખો. ઈન્ટીગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ (ઈંઇંઈંઙ) પોર્ટલ સહિત તમામ આરોગ્ય સુવિધાઓમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન બિમારીના કેસોનું નિયમિતપણે નિરીક્ષણ કરવા અને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત સિવિલ અને પીએસએ પ્લાન્ટ પર મોકડ્રિલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સીવીયર ખાસી, શરદી અને તાવના દર્દી પર મોનિટરીગ અને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યા છે. જરૂૂર જણાય તો જીનોમ સિક્વસિંગ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. ઓકિસજન સપ્લાય કરનારનું પણ રીવ્યુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાંથી માહિતી રોજેરોજ લેવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement