કોઠારિયા ડ્રાફ્ટ TP 30-31માં મોટી ગોલમાલ, 9 મી.ના રોડ પર આવાસ યોજના
રોડ-રસ્તાના કબજામાં 22 સોસાયટીઓના સેંકડો મકાનો કપાતમાં આવતા સ્થાનિકોના મનપામાં મૌન ધરણાં, ટીપી સ્કીમ નવેસરથી બનાવવા રજૂઆત
મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ટીપીસ્કીમ નં. 30-31નો ડ્રાફ્ટ તૈયાર કરી વાંધા સુચનો મગાવવામાં આવ્યા છે. જેમાં ટીપી સ્કીમ નં. 30માં અધિકારીઓ દ્વારા મનફાવે તેમ રોડ રસ્તાઓ કાઢી તેમજ હાઈટ્સ મુજબનો રોડ ન હોવા છતાં આવાસ યોજના સહિતના પ્લોટની આ પ્રકારના રોડ ઉપર ફાળવણી કરી દીધાની ગોલમાલો કરાતા આજે કોઠારિયામાં આવેલ રામેશ્ર્વર સોસાયટી સહિતની 22 સોસાયટીઓના રહેવાસીઓએ રોડ રસ્તા નિકળતા મકાનો કપાતમાં આવી રહ્યા છે. તેમ જણાવી ટીપી સ્કીમ નવેસરથી બનાવવા સહિતના મુદ્દે ટાઉન પ્લાનીંગ ઓફિસરને રજૂઆત કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી બાકી રહી ગયેલ કોઠારિયા ટીપી સ્કીમ નં. 30-31નો ડ્રાફ્ટ તૈયાર કરી મુતસદો જાહેર કર્યો હતો. અને રોડ-રસ્તા તેમજ કોમન પ્લોટ સહિતના કબજા માટે લોકોના સુચનો જાણવા માટે વાંધા વચકાઓ રજૂ કરવાનો એક માસનો સમય આપવામાં આવ્યો છે. આથી ટીપી સ્કીમ નં. 30 જેમાં કોઠારિયા સર્વે નં. 1, 126, 127, 173, 177, 181, 184, 192, 197થી 202 તથા 352ની જમીનોની કામચલાઉ દરખાસ્તો તૈયાર કરવામા આવી છે. જેમાં 201311 ચો.મી. જમીન 9 મીટર, 12, મીટર, 15 મીટર, 18 મીટર, 20 મીટર, 24 મીટરના ટીપી રોડ માટે ફાળવવામાં આવી છે. પરંતુ આ વિસ્તારમાં 20 વર્ષ પહેલા બિનખેતી થયેલ સોસાયટીઓ હયાત હોય તેમજ કમ્પ્લીશન મુજબનું બાંધકામ કરેલ છે. છતાં 9થી લઈને 24 મીટરના રોડ માટે અનેક મકાનો કપાતમાં આવી રહ્યા છે. આથી રામેશ્ર્વર સોસાયટી સહિતના 22 સોસાયટીઓના રહીસોએ આજે ટાઉન પ્લાનીંગ ઓફિસરને રજૂઆત કરી જણાવેલ કે,
કોઠારીયા વોર્ડ નં. 18 ડ્રાકટ ટી.પી. સ્કીમ નં. 30 અંદર આવેલ સર્વે નંબરોની સોસાયટીના કોમન પ્લોટમાં ટી.પી. ડ્રાફ્ટ મુજબ આશરે 27 (સત્યાવીરા) આવાસ યોજના અન્વયે કાળવણી કરેલ છે જે રદ કરી અને સોસાયટીમાં વસવાટ કરતા લોકોના જાહેર ઉપયોગ માટે કોમન પ્લોટની ફાળવણી કરવા વિનંતી. કોઠારીયા વોર્ડ નં. 18 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 30 માં આવેલ વિસ્તાર આશરે 20 વર્ષથી બિનખેતી થયેલ સોસાયટીઓમાં રા.મ્યુ.કો. ના નિયમ મુજબના પ્લાન પાસ અને કંમ્પલીશન નિયમ મુજબનું બાંધકામ કરેલ તમામ સોસાયટીમાં 100 % બાંધકામ હયાત હોય તે વિસ્તારમાં બિનખેતી લે-આઉટ મુજબ 9 મી. તેમજ 12 મી. તેમજ 18 મી. તેમજ 24 મી. રોડ આવેલા હોય હાલના ટી. પી. ડ્રાફટ 30 માં 7.50 મી. ના રોડ પહોળા કરવાની યોજના મુકેલ હોય તે પહોળા કરવાની કોઈ જરૂૂરીયાત સ્થળ પર નથી તો આ અંગે યોગ્ય સુધારા કરવા વિનંતી છે.
કોઠારીયા વોર્ડ નં. 18 ડ્રાફટ ટી.પી. સ્કીમ નં. 30 તા. 20/06/2024થી ટી.પી. ડ્રાફટ ઓપન કરેલ છે તે ડ્રાફટમાં આવતી તમામ સોસાયટીનાં કોમન પ્લોટ રદ કરીને ટી.પી. ડ્રાકટમાં અન્ય હેતુ માટે જાહેર કરેલ હોય તો આ વિસ્તારમાં ડ્રાકટ ટી.પી. મુજબ હવે પછીથી આ વિસ્તારના લોકો માટે કોઈપણ પ્રકારની ખુલ્લી જગ્યા જનતાના વપરાશ માટે ઉપલબ્ધ નથી તેની ખાસ નોંધ લઈને પ્રજાના જાહેર હેતુ માટે જરૂૂરીયાત મુજબ ગાર્ડન, પુસ્તકાય, આંગણવાડી, પાર્કિંગ, ધાર્મિક જગ્યા માટે ખુલ્લા પ્લોટ, સત્સંગ હોલ, રમત ગમત મેદાન માટે ખુલ્લી જગ્યા રાખવા વિનંતી છે. હાલના તબકકે આ કોઠારીવા વોર્ડ નં. 18 ડ્રાકટ ટી.પી. સ્કીમ નં. 30 તા. 20/06/2024 ના રોજ જાહેર કરેલ છે તે રદ કરીને નિયમો અને જરૂૂરીયાત મુજબ વિસ્તારની સ્થળ તપાસ કરીને પ્રજાના હિતે નવેસરથી ટી.પી. સ્કીમ નં. 30 બનાવવા વિનંતી છે.