For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોટડાસાંગાણીના શિક્ષકનું નારણકા નજીક અકસ્માતમાં કરૂણ મોત

02:21 PM Jul 28, 2025 IST | Bhumika
કોટડાસાંગાણીના શિક્ષકનું નારણકા નજીક અકસ્માતમાં કરૂણ મોત

ફરજ પૂર્ણ કરી રાજકોટ આવતા હતા ત્યારે અજાણ્યા વાહને અડફેટે લીધા

Advertisement

કોટડાસાંગાણીથી રાજકોટ તરફ જતાં શિક્ષકને નારણકા ચોકડી પાસે અકસ્માત નડયો હતો. જેમાં સર્જાયો શિક્ષકનું ઘટના સ્થળે જ મુત્યુ થતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

કોટડાસાંગાણીમા મહારાણા પ્રતાપ હાઈસ્કૂલમાં ફરજ પૂરી કરીને પોતાનો બાઈક લઈને રાજકોટ તરફ જતા હતા અને રસ્તામાં નારણકા ચોકડી આગળના ભાગે કોઈ અજાણ્યો વાહન ચાલકે ઠોકર મારી ને નાસી ગયેલ હોય કેવું જાણવા મળી રહ્યું છે જેમાં હરદીપસિંહ પરબતસિંહ રાઓલ છેલ્લા 29 વર્ષથી કોટડા સાંગાણી માં મહારાણા પ્રતાપ હાઇસ્કુલ માં અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને દરરોજ રાજકોટ થી કોટડા સાંગાણી અપડાઉન કરતા હતા શુક્રવારે હાઈસ્કૂલ માંથી ફરજ પૂરી કરીને સાંજના સુમારે પોતાના બાઈક ઉપર રાજકોટ તરફ જતા હતા અને નારણકા ચોકડી ના આગળના રોડ ઉપર કોઈ અજાણ્યો વાહન ઠોકર મારેલ અને હરદીપસિંહ પરબતસિંહ રાઓલ ઉંમર 57 ઘટના સ્થળે મુત્યુ પામેલ તેઓનું પીએમ માટે કોટડા સાંગાણી સરકારી હોસ્પિટલમાં કરવામાં આવે અને વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement