For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાકાએ મોબાઇલ મુદ્દે ઠપકો આપતા કોલોજિયન યુવતીનો આપઘાત

04:26 PM Sep 30, 2024 IST | Bhumika
કાકાએ મોબાઇલ મુદ્દે ઠપકો આપતા કોલોજિયન યુવતીનો આપઘાત
1190016586
Advertisement

શહેરમાં કોઠારિયા રોડ પર જંગલેશ્વર નજીક રાધાકૃષ્ણનગરમાં રહેતી કોલેજિયન યુવતીએ એસિડ પી આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે ભક્તિનગર પોલીસે તપાસ કરતા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી કોલેજિયન યુવતીની પરીક્ષા હોય જેથી તેના કાકાએ ભણવામાં ધ્યાન આપવા મોબાઇલમાં ધ્યાન નહીં આપવા બાબતે ઠપકો આપતા લાગી આવતા પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર રાધાકૃષ્ણનગરમાં રહેતી નિરલ પ્રવીણભાઈ ગોહેલ (ઉ.18)એ પોતાના ઘરે એસિડ પી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઈ પી.એસ. ગોહેલ સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક યુવતી બે ભાઈમાં એકના એક બહેન હોવાનું અને તેના પિતા ખેતીકામ કરે છે. તેમજ નિરલ રાજકોટ તેના કાકા સાથે રહેતી હોવાનું અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

Advertisement

તાજેતરમાં કોલેજમાં પરીક્ષા હોય અને મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોય જેથી તેના કાકાએ પરીક્ષા હોય મોબાઈલમાં નહીં ભણવામાં ધ્યાન આપવા બાબતે ઠપકો આપતા આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement