એઇમ્સ, પ્રધ્યુમન પાર્ક સહિતના રૂટ પર વધુ 26 બસ ચાલુ કરાઇ
રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસથ દ્વારા શહેરમાં બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવા ચલાવવામાં આવે છે. હાલ શહેરમાં સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં 52 સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ તથા 99 ઇલેક્ટ્રિક બસ કાર્યરત છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્સર્જનમાં તથા પ્રદૂષણમાં ઘટાડો કરવાના ભાગરૂૂપે આજ તા.30/09/2024ના રોજ વધુ નવી 26 સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ શરૂૂ કરવામાં આવી. આ 26 સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસને મેયર નયનાબેન પેઢડીયા તથા અન્ય મહાનુભાવોના હસ્તે ફ્લેગ આપી, લોકાર્પણ કરવામાં આવ્યું. આજથી શહેરમાં નરાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસથની 78 સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ શહેરી પરિવહનમાં કાર્યરત રહેશે.
આ નવી 26(છવ્વીસ) સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસના લોકાર્પણ(ફલેગ ઑફ) કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, કોર્પોરેટર મંજુબેન કુગાશીયા, દક્ષાબેન વાઘેલા, સંજયસિંહ રાણા, આર.આર.એલ.ના જનરલ મેનેજર વાય.કે.ગૌસ્વામી, પી.એસ.ટુ મેયર અને મેનેજર વિપુલ ઘોણીયા, મેનેજર મનીષ વોરા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, અગ્રણી ઘનશ્યામભાઈ કુગશીયા, નટુભાઈ વાઘેલા, આર.આર.એલ.ના અધિકારીઓ-કર્મચારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્યમાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
4 નવા રૂટ ચાલુ કરાયા
1) રૂટ નં-82 (ભક્તિનગર સર્કલ થી એઈમ્સ હોસ્પિટલ)2 બસ, રૂટ નં-85 (પ્રદ્યુમન પાર્ક થી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી)2 બસ, રૂટ નં-88(ગોંડલ ચોકડીથી અર્પિત કોલેજ)-2 બસ, રૂટ નં-92 (ત્રિકોણબાગ થી બેડી ચોકડી)-2 બસ
કયા રૂટ પર બસ વધારાઇ?
રૂટ નં-1 (ત્રિકોણ બાગ થી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી), રૂટ નં-15 (કોઠારીયા ગામ થી આઇટીઆઇ (ખીરસરા)), રૂટ નં-17 (સૌરાષ્ટ્ર યુનિવર્સીટી થી ત્રંબા ગામ), રૂટ નં-18 (આજી ડેમ થી જી.આઈ.ડી.સી. ગેટ-3), રૂટ નં-24 (ત્રિકોણબાગ થી જી.આઈ.ડી.સી. ગેટ), રૂટ નં-47 (કોઠારીયા ગામ થી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી) દરેક રૂટ પર બે ની જગ્યાએ ચાર બસ દોડશે.