For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોલકાતાનાં રેપ- મર્ડરના પડઘા ગુજરાતમાં પડ્યા..તબીબોએ હડતાલ પર ઉતરીને નોંધાવ્યો વિરોધ

11:04 AM Aug 16, 2024 IST | Bhumika
કોલકાતાનાં રેપ  મર્ડરના પડઘા ગુજરાતમાં પડ્યા  તબીબોએ હડતાલ પર ઉતરીને નોંધાવ્યો વિરોધ
Advertisement

કોલકાતાના ડોકટરો પર દુષ્કર્મ હત્યાના બાદ આખા દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે આ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. ગુજરાતના ડોકટરો પણ આજથી આ હડતાલમાં જોડાશે. જેના કારણે ગુજરાતભરની હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સેવા બંધ રહેશે . અનિશ્ચિત સમય સુધી ડોકટરો એ હળતાળ કરી છે. જોકે રાજ્યમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ડોક્ટરોની હડતાલનું એલાન કર્યું છે.ગુજરાતમાં પણ ઈમરજન્સી સિવાય તમામ મેડિકલ સેવા શનિવારે સવારે છ થી રવિવાર સવારે 6 સુધી બંધ રહેશે.

કોલકતામાં રેસીડેન્ટ ડોકટર પર થયેલા દુષ્કર્મ-મર્ડરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. હવે ગુજરાતના ડોકટરો પણ આ હડતાલમાં જોડાયા છે. આ વચ્ચે રાજકોટના તબીબોએ પણ હડતાળ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે. કાળા કપડાં પહેરી વિરોધ કરવામાં આવ્યો. ડોક્ટરો દ્વારા સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠવામાં આવ્યા. કલકત્તામાં બનેલી ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી. અમદાવાદ સિવિલ હોસ્પીટલ બીજે મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડોકટરોએ ગઈકાલે વિશાલ રેલી યોજી ન્યાયની માંગી કરી હતી. બીજી તરફ ડોકટરોની હડતાલ વચ્ચે સુરત સિવિલમાં દર્દીઓની લાઈન લાગી છે તો વડોદરામાં વિરોધ પ્રદર્શન કરવા તબીબો એકઠા થયા છે

Advertisement

તબીબોની હડતાલને પગલે સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે આવેલા દર્દીઓને હલકી ભોગવવી પડે છે,. અમદાવાદમાં ડોકટરોની હડતાલની અસર દર્દીઓ ઉપર જોવા મળી. વહેલી સવારે સિવિલ હોસ્પીટલની OPDની બહાર દર્દીઓનું લાંબી લાઈનો લાગી છે. અંદાજિત 300 થી 350 રેસીડેન્સલ ડોક્ટર હડતાલ ઉપર છે.

ઉલ્લેખનીય છે કે, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 31 વર્ષીય તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાનો મામલો સતત ચર્ચામાં છે. બુધવારે રાત્રે હોસ્પિટલમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી, જે બાદ મામલો વધુ પેચીદો બન્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 19ની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. દરમિયાન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ 17 ઓગસ્ટથી આગામી 24 કલાક માટે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement