પ્રેમલગ્નના મામલે પાટીદારોને કોળી સમાજનો ટેકો
કુટુંબની ભાવનાઓ પણ ધ્યાનમાં રાખવી જરૂરી, કાયદામાં સુધારો કરવા માંગણી
પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાની પાટીદાર સમાજે માંગ કરી હતી તેને કોળી સમાજે સમર્થન આપી પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવા માંગ કરી છે અને આ બાબતે આયોજન અંગે બોટાદ જિલ્લામાં કોળી સમાજના આગેવાનો દ્વારા બેઠકો શરૂૂ કરી છે.
પ્રેમલગ્નના કાયદામાં સમયાનુકૂળ સુધારાની જે માંગણી પાટીદાર સમાજ દ્વારા આજે ગુજરાતભરમાં રેલીઓ અને મંચો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. તેને હવે એક નવો અને મજબૂત સાથ મળ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણભાઈ કોળીએ ખુલ્લેઆમ પાટીદાર સમાજના આ અંદોલનને સમર્થન આપ્યું છે. ત્યારે બોટાદ જિલ્લાના કોળી સમાજે પણ પ્રવિણભાઈ કોળીની વાતને સમર્થન આપ્યું છે અને પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગ ઉઠી છે.
બોટાદ જિલ્લાના કોળી સમાજના આગેવાન કિશોરભાઈ વેલાણીએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ જે માંગ કરી રહ્યો છે તે માત્ર વાજબી જ નહીં, પરંતુ સમાજની સમસ્યાઓના મૂળને સ્પર્શતી છે. આવી જ માંગણી કોળી સમાજની પણ લાંબા સમયથી ચાલી રહી છે અને પ્રવિણભાઈ કોળીની વાત છે તે યોગ્ય છે. જેથી કોળી સમાજ પણ તેમને પૂરેપૂરુ સમર્થન આપશે. તેમજ પ્રેમલગ્ન યુવાઓનો અધિકાર છે. પરંતુ કાયદા હવે પણ જૂના છે. કાયદા પણ સમય પ્રમાણે બદલાવવા જોઈએ તેમ કોળી સમાજે માંગ કરી છે.
બોટાદ જિલ્લા કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું કે, અમે પ્રેમલગ્નના વિરોધી નથી, પણ માતાપિતાની ભાવનાઓ અને ત્યાગનો પણ આદર થવો જોઈએ. સંતાનને પ્રેમલગ્નનો અધિકાર છે. પણ એમાં કુટુંબના માનસિક સંતુલન અને સમાજના મર્યાદાનો પણ ખ્યાલ રાખવો જોઈએ, તેથી પ્રેમ લગ્નના સમયે ફરજીયાત માતા-પિતાની સહિઅથવા સહમતી હોવી જરૂૂરી છે. જેથી સરકાર દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરે તેવી કોળી સમાજે પણ માંગ કરી છે.
તેમજ આગામી દિવસોમાં બોટાદ જિલ્લામાં પણ સરકારને ધ્યાને મૂકવા રેલી યોજી આવેદનપત્ર પણઆપવામાં આવશે તેમ કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. તેમજ તમામ સમાજે સમર્થનઆપવું જોઈએ તેવી કોળી સમાજે અપીલ પણ કરી છે.