સિવિલના ઇમર્જન્સી વિભાગમાં સારવાર માટે આવેલા દર્દી પાસેથી છરી મળી આવી
શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગમાં સવારે સાડા આઠેક વાગ્યે એક અજાણ્યા વ્યક્તિને 108 મારફ્ત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ. અહિ 108ના સ્ટાફ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફે સ્ટ્રેચર મારફત તેને ઈમર્જન્સી વોર્ડમાં સારવાર માટે લઈ જતાં આ દર્દીએ ઈમર્જન્સી વિભાગમાં પોતાની પાસે રહેલી મોટી છરી કાઢતાં સ્ટાફમાં ભય ફેલાઈ ગયો હતો.જો કે અહિ ફરજ પર સિક્યુરીટી ટીમમાં એક્સ આર્મીમેન હિતેષભાઈ સહિતનો સ્ટાફ હાજર હોઈ તુરત જ છરી ઝૂંટવી લેવાઈ હતી.
બીજી તરફ આ દર્દીને અકસ્માતમાં ઈજા થઈ હોઈ જેથી પહેલા તેની સારવાર જરૂૂરી લાગતાં સિક્યુરીટી ટીમે તેને સારવાર માટે સમય આપ્યો હતો. આ વખતે તે તક જોઈ ઈમર્જન્સી વિભાગમાંથી ભાગી ગયો હતો.સિક્યુરીટી ઈન્ચાર્જ દ્વારા કબ્જે થયેલી છરી પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવી હતી. દર્દી કોણ હતું? ક્યાંથી તેને લાવવામાં આવ્યું હતું? તેની તપાસ થઈ રહી છે.