કેકેવી અંડર બ્રિજ ગેમઝોનનું સંચાલન મફતમાં આપી દેવાયું
અનેક વિવાદો અને લોકાર્પણ ના થયું છતાં ગેમઝોન ચાલુ કરવાની હઠ તંત્રને ભારે પડે તેવી સંભાવના
શહેરમાં ગેમ ઝોન દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે સરકારની નવી ગાઈડલાઈન મુજબ ગેમઝોનને મંજૂરી આપવામાં આવી રહી છે ત્યારે જ કે કેવી હાઈ લેવલ બ્રિજ નીચે તૈયાર થયેલ ગેમ ઝોન મુદ્દે ભારે ઓબાડો મચી ગયેલ છતાં તંત્ર દ્વારા આ ગેમ ઝોન ચાલુ કરવાની હોટ પકડતા અને ગેમઝોનનું લોકાર્પણ પણ કોઈ નેતા કરવા તૈયાર ન થતા અંતે ટેન્ડર પ્રક્રિયા કરી મફતના ભાવે ખાનગી એજન્સીને સંચાલન સોંપવાનો હુકમ કરી દીધો હોવાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાએ કે કેવી હાઈ લેવલ ઓર બ્રિજ નીચે આત્મીય સ્કૂલની સામે ગેમ ઝોન તૈયાર કર્યું છે જેનો ભારે વિરોધ થયેલ કોંગ્રેસ દ્વારા આ સ્થળ ઉપર રામધૂન બોલાવી આ ગેમ ઝોન દુર્ઘટના સર્જી શકે તેવું જણાવેલ જેના લીધે આ ચકચારી ગેમ ઝોનનો લોકાર્પણ કરવા કોઈ નેતા તૈયાર ન થતા તંત્રએ વગર લોકાર્પણે ગેમ ઝોન ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા બાદ ગઈકાલની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત મંજૂર કરી રૂા.2.70 લાખમાં વાર્ષિક ભાડું નક્કી કરી સંચાલન સોંપવાનો નિર્ણય લીધો છે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક મહિનામાં જેમ ઝોન ચાલુ કરવામાં આવશે તેમજ ગેમઝોનમાં આવતી રમતોના દર પણ નક્કી કરવામાં આવ્યા છે.