કાલે પતંગપર્વ, ઘરે ઘરના ધાબાઓ ઉપર પતંગોત્સવ
12:35 PM Jan 13, 2025 IST | Bhumika
રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં આવતીકાલે મંગળવારે પતંગોના પર્વ ઉતરાયણની ઉજવણી કરવા પતંગ રસીયાઓ થનગની રહ્યા હોય તેમ ગઇકાલે રવિવારે રાજકોટની પતંગ બજારમાં પતંગ-દોરાની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા સદરબજાર સહિતના રસ્તાઓ જામ થઇ ગયા હતા. પતંગ રસિયાઓએ ધાબાઓની સાફસફાઇ કરી પતંગના પેચ લગાવવાની તૈયારીઓ કરી લીધી છે. મકાનના ધાબાઓ ઉપર ચીકી-ઝીંઝરા સાથે પતંગ-દોરાનો સ્ટોક પણ કરી લીધો છે અને આવતીકાલે ઉત્તરાયણના દિવસે ઘરેઘરના ધાબાઓ ઉપર પતંગોત્સવના પેચ જામશે.
Advertisement
Advertisement