ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચાર-ચાર બંગડી ફેઇમ કિંજલ દવેની બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઇ

11:35 AM Dec 08, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાતીની લોકપ્રિય લોકગાયક કલાકાર કિંજલ દવે સગાઈના તાંતણે બંધાઈ ગઈ છે. ગાયિકા કિંજલ દ્વેએ પોતે જ પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર વીડિયો શેર કરીને સગાઈની માહિતી પોતાના ચાહકો સુધી પહોંચાડી હતી.

Advertisement

કિંજલ દવે એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. કિંજલ અને ધ્રુવિન ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. કિંજલ દવેએ સગાઈનો ખાસ વીડિયો પોસ્ટ પણ કર્યો હતો, જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ સગાઈ પ્રસંગમાં ઉત્તરપ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજરી આપી કિંજલ અને ધ્રુવિનને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે, કિંજલ દવેએ અગાઉ વર્ષ 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. લગભગ પાંચ વર્ષ સુધી સગાઈમાં રહ્યા બાદ વર્ષ 2023માં બંનેની સગાઈ તૂટી ગઈ હતી. પછી લગભગ બે વર્ષ બાદ કિંજલ દવેએ ફરીથી સગાઈ કરી છે.

કિંજલ દવેના ફિયોન્સ ધ્રુવિન શાહ એક સફળ બિઝનેસમેન તેમજ એક્ટર છે. તેઓ ગુજરાતી ફિલ્મો અને ક્ધટેન્ટ માટેની લોકપ્રિય ડિજિટલ એપ જોજો ના ફાઉન્ડર પણ છે. કિંજલ દવે ગુજરાતની ખુબ જ લોકપ્રિય સિંગર છે.
તેના અનેક ગીતો મિલિયન્સ વ્યૂઝ મેળવ્યા છે. ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ તેનું સૌથી લોકપ્રિય ગીત છે. પોતાના શૂરિલા અવાજથી અનેક ચાહકોના દિલ પર રાજ કરતી કિંજલ દવેએ પોતાની સગાઈનો વીડિયો ફેસબુક પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. કિંજલે 6 ડિસેમ્બરે ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. હવે લગ્નના તાંતણે ક્યારે બંધાય છે તેના સૌની નજર છે.

Tags :
gujaratgujarat newsgujarati singerKinjal Dave engagementKinjal Dave engagement usinessman Dhruvin Shah
Advertisement
Next Article
Advertisement