ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હળવદના ચૂંપણી ગામે પ્રૌઢની હત્યા

12:13 PM Mar 27, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

હળવદ તાલુકાના ચુંપણી ગામે ગતકાલે સાંજે આરોપીએ દંપતિને છરીના ઘા મારી ઈજા પહોંચાડતા એક વ્યક્તિનું મોત નીપજતા મામલો હત્યામાં પલટાયો હતો. ઘટનાને પગલે મૃતકના પુત્રએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

મળતી માહિતી મુજબ મૃતક રામાભાઈ (ઉ.વ.55)ના પુત્ર ભરતભાઈ ઓળકીયાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, થોડા દિવસ પહેલા તેમના પિતા રામાભાઈ ઓળકીયા અને ગણેશભાઈ ઓળકીયા અલગ અલગ બાઈક લઈને દ્વારકા દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન ગણેશભાઈ પાછળ રહી ગયા હતા જે બાબતે ગણેશભાઈએ મારો સંગાથ કેમ કર્યો નહીં કહી મારી વાડીના શેઢેથી ચાલતા નહીં તેમ કહેલ જેથી સામે અમે પણ અમારી વાડીના શેઢેથી ચાલવાની ના પાડતા જેનું મનદુ:ખ રાખી ફરિયાદીના પિતા રામાભાઈ અને માતા વાલીબેન પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીના પિતા રામાભાઈનું મોત નીપજ્યું હતું અને વાલીબેનને ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે મૃતકના પુત્ર ભરતભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Tags :
crimecrime newsgujaratgujarat newsHalwad
Advertisement
Advertisement