‘ગઢવી તમે બહુ ફાટી ગયા છો’ કહેતા યુવાનની હત્યા
- રાજકોટમાં રિઘ્ધિ-સિઘ્ધિના નાલા પાસે બનાવ : ઇંડાની લારીએ ઉભેલા શખ્સને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો કહેતા ગઢવી યુવાને છરીના ઘા ઝીંકી દીધા
- મૃતકની પત્નીની ફરિયાદ પરથી ગઢવી શખ્સને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી
રાજકોટમાં હત્યાનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.ગોંડલ રોડ પર રાજકમલ ફાટક પાસે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી પ્રેમલગ્ન કરનાર પ્રજાપતિ યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવતા મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.આ મામલે મૃતકના પત્નીની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોધવામાં આવતા આરોપીને આરોપીએ સકંજામાં લઈ તેની સઘન પૂછપરછ શરૂૂ શરૂૂ કરી છે.
બનાવની વધુ વિગતો મુજબ,ગોંડલ રોડ પર આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા હીનાબેન સંજયભાઈ મારડિયા નામના પરિણીતાએ ફરિયાદમાં આરોપી તરીકે ભરતદાન ગઢવીનું નામ જણાવતા તેની સામે હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.તેઓએ જણાવ્યુ હતું કે,પતિ કેટરસનો ધંધો કરતા હતા.તેમના 12 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન થયાં છે અને સંતાનમાં દીકરો પર્વ(ઉ.8) અને દીકરી(ઉ.5) છે.તે ત્રણ બહેનનો એકલોતો ભાઈ હતો.
ગઈકાલે મને જાણવા મળ્યું કે મારા પતિ સંજય મહેશભાઈ મારડીયા (ઉ.વ.35) રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના નાલા પાસે ઢેબર રોડના ખૂણા ઉપર નટરાજ દુકાનની સામે ઇંડાની લારી પાસે પતિ સંજય ઇજાગ્રસ્ત બેભાન હાલતમાં પડ્યા હોય તેમજ ત્યાં 108ના તબીબે મૃત જાહેર કર્યા હતા.ત્યાં પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે પતિ સંજય ઈંડાની લારીએ ઈંડા ખાતા હતા ત્યારે ભરતદાન ઈંડા ખાતા હતા ત્યારે ગઢવી તમે બોવ ફાટી નિકળા છો આરોપીને કહેતા ભરતદાને પડખામાં અને વાંસાના ભાગે છરીના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ કરતા પતિનું ઘટના સ્થળે જ લોહી લુહાણ હાલતમાં મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલીયા,ભક્તિનગર પોલીસના ઇન્ચાર્જ પીઆઇ એસ.ડી.ગિલવા,રાઇટર નિલેશભાઈ મકવાણા અને હિરેનભાઈ પરમાર અને સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો.આ ઘટનાને પગલે મોડી રાત્રે ભક્તિનગર પોલીસે સીસીટીવી ફુટેઝ અને બાતમીદારોની મદદથી આરોપી ભરતદાન ગઢવીને સકંજામાં લઈ તેની સઘન પૂછપરછ શરૂૂ કરી છે.
પાનના ગલ્લા અને ઇંડા-નોનવેજની લારીઓ પર મોડીરાત સુધી પડ્યા પાથર્યા રહે છે આવરા તત્ત્વો
ગઈકાલે રાત્રિના સમયે ઈંડાની લારી પર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી છે.રાજકોટ શહેરમાં અગાઉ પણ પાનની દુકાને કે ઇંડા-નોનવેજની લારી પર માથાકૂટ અને હત્યાના બનાવ બની ચુક્યા છે.ત્યારે પોલીસે મોડી રાત્રે ધમધમતા ચાના થડા,ઇંડાની લારી અને પાનની કેબિને દારૂૂ ઢીંચી પડ્યા રહેતા આવરા તત્વોને પકડી કાર્યવાહી કરવા અને દુકાનો આ તમામ સ્થળો પર ચેકીંગ કરવા લોકોની માંગણી ઉઠી રહી છે.