રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કિડની ફેઈલ્યોર એ જીવનનો અંત નથી, ટ્રાન્સપ્લાન્ટ નજીવા ખર્ચે શકય છે

04:53 PM Mar 14, 2024 IST | Bhumika
Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી કીડની હોસ્પિટલ હવે કીડની ટ્રાન્સપ્લાન્ટ માટેનું હબ બની ગઈ છે. આ હોસ્પિટલ દ્વારા કીડનીને લગતા રોગની સારવાર ઉપરાંત કીડનીના રોગોને સમૂળગા અટકાવવા માટે અનેક નિદાન કેમ્પ, સેમિનાર સહિતની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. આજની તારીખે કુલ 24 કીડની ટ્રાન્સપ્લાન્ટ બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યા છે. ગુજરાતની અન્ય કીડની હોસ્પિટલમાં કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે 10 થી 15 લાખ જેટલો માતબર ખર્ચ થતો હોય છે પરંતુ રાજકોટમાં ઘર આંગણે આ સેવા ફકત 2 થી 2.5 લાખ રૂપિયામાં પુરી પાડવામાં આવે છે.
માર્ચ મહિનાના બીજા ગુરૂવારે કીડની દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે ‘ગુજરાત મિરર’ અને બી.ટી.સવાણી કીડની હોસ્પિટલના સંયુકત ઉપક્રમે લોકોની જાગૃતિ માટે એક ખાસ ટોક-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બી.ટી.સવાણી હોસ્પિટલના સીઓએ ડો.વિશાલ ભટ્ટ અને નેફ્રાલોજીસ્ટ તથા કીડની ટ્રાન્સપ્લાન્ટ ફીઝીશીયન ડો.ડેનીશ સાવલીયા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Advertisement

1. કીડનીનું કાર્ય : કીડનીનું મુખ્ય કાર્ય લોહીને પ્યુરીફાઈ કરવાનું છે. લોહીને ફીલ્ટર કરી કચરો યુરિન માર્ગે બહાર કાઢવાનું કામ કીડની કરે છે. શરીરમાં ક્ષારનું પ્રમાણ, સોજા ચડવા, શરીરમાં લોહીનું બ્લડ પ્રેસર કંટ્રોલ પણ કીડની મારફત થાય છે.
2. યુરોલોજીસ્ટ અને નેફ્રોલોજીસ્ટ વચ્ચે શું તફાવત હોય છે ? કીડની સંબંધિત રોગોની સમસ્યા માટે મુખ્યત્વે બે ડોકટર હોય છે. એક યુરોલોજીસ્ટ અને બીજા નેફ્રોલોજીસ્ટ કીડનીમાં પથરી, રચનામાં ખામી હોય, ગાંઠ હોય, પ્રોટેસ્ટ હોય તેવા કેસમાં સર્જનની જરૂર પડે જે સર્જરી કરે અને દર્દીને સાજા કરે તેને યુરોલોજીસ્ઠ કહેવાય છે. જ્યારે ડાયાબીટીસ, બીપી જેવી બિમારીના કારણે કીડનીના ફંકશન ડેમેજ થાય ત્યારે સારવાર કરવાનું કામ નેફ્રોલોજીસ્ટ કરે છે આ ઉપરાંત કીડની ફેઈલ્યોરના કિસ્સામાં ડાયાલીસીસ નેફ્રોલોજીસ્ટની સલાહ મુજબ કરવામાં આવે છે.
3. કીડનીની બિમારીના લક્ષણો : કીડની બિમારીમાં આંખે સોજા આવવા, પગે સોજા આવવા, ભુખ ઓછી લાગવી, ચાલે તો થાક લાગવો જેવા લક્ષણો હોય છે. આ ઉપરાંત યુરિનમાંથી પ્રોટીન નીકળી જતું હોય તો યુરિનમાં ફીણ વળે તેવું જોવા મળે છે. આવા કેસમાં બ્લડ ટેસ્ટ, સીરમ ક્રીએટીનીનના ટેસ્ટ કરાવવ્ જોઈએ.
4. શરૂઆતમાં જ કીડનીના રોગો અટકાવવા શું કરવું ? કીડનીના કિસ્સામાં જયાં સુધી 70 થી 80 ટકા કીડની ડેમેજના થઈ હોય ત્યાં સુધી લક્ષણો જોવા મળતી નથી. પરંતુ ડાયાબીટીસ, બ્લડ પ્રેસર, ઓબેસીટી જેવા લક્ષણો ધરાવતા દર્દીઓએ વર્ષે એક વખત કે મહીને એક વખત કીડની ફંકશન તપાસ કરાવે તો હજી 30 થી 40 ડેમેજ હોય એવા કિસ્સામાં કીડની ફેઈલ્યોર થતી અટકાવી શકાય છે. બેઝીક સ્ક્રીનીંગથી વહેલું ડીટેકશન કરી શકાય છે. લાંબા સમય સુધી દુખાવાની દવા લેતાં, કુટુંબમાં વારસાગત કીડનીની બિમારી હોય તેવા લોકોએ ખાસ કીડનીના બેઝીક ટેસ્ટ કરાવવા જોઈએ.
5. ડાયાલીસીસ એક વખત પછી વારંવાર કરવું પડે ? ડાયાલીસીસએ કીડની ફેઈલ્યોરની ટ્રીટમેન્ટ છે. ડાયાલીસીસ બે કેસમાં કરવામાં આવે છે. એક જો કીડનીમાં સોજો ત્રણ મહિનાની અંદરનો હોય તો ટેમ્પરરી ડાયાલીસીસ કરીને સારવાર થઈ શકે પરંતુ જો વધુ સમયથી સોજો હાયે તો ક્રોનિક પ્રોબાલેમ કહેવાય તેમાં સ્થીતિ પ્રમાણે સળંગ ડાયાલીસીસ કરાવવું પડે છે.
6. કીડની ફેઈલ્યોરમાં સારવારના વિકલ્પો પણ હોય છે ? કીડની ફેઈલ્યોરના કિસ્સામાં બે પ્રકારે સારવાર થાય. એક ડાયાલીસીસ અને બીજું ટ્રાન્સ પ્લાન્ટ ડાયાલીસીસ કીડનીની સ્થીતિ પ્રમાણે સમયાંતરે કરવું પડે છે. જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી ડાયાલીસીસની જરૂર રહેતી નથી. ટ્રાન્સપ્લાન્ટમાં બે પ્રકાર હોય છે. એક અને બીજું કેડેવર લાઈવ ટ્રાન્સપ્લાન્ટમાં દર્દીને સગા સંબંધી કીડની ડોનેટ કરે છે. જ્યારે કેડેવર ટ્રાન્સપ્લાન્ટમાં નોંધણી પ્રમાણે ડોનર ઉપલબ્ધ થાય ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.

Tags :
gujaratgujarat newsKidney failurerajkotrajkot news
Advertisement
Next Article
Advertisement