For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ : ધરપકડ

12:10 PM Feb 16, 2024 IST | Bhumika
રાજકોટની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ   ધરપકડ

રાજકોટમાં અવાર નવાર સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચે દુષ્કર્મ ગુજારવાની ઘટનાઓ સામે આવે છે.ત્યારે વધુ એક ઘટના રાજકોટ શહેરમાં પ્રકાશમાં આવી છે.આ ઘટનામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર એક વાડીમાં રહેતી 16 વર્ષની તરૂૂણીનું અપહરણ કરી લઈ ગયા બાદ તેની સાથે ફૂલહારથી લગ્ન કરી શખ્સે અવાર-નવાર દૂષ્કર્મ આચર્યાની અને અન્ય એક શખ્સેએ મદદગારી કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.વધુ વિગતો મુજબ,કુવાડવા પોલીસે ભોગ બનનારના મૂળ સુરેન્દ્રનગર પંથકના માતાની ફરિયાદ પરથી જયેશ રાઘવભાઈ ચુડા (ઉ.વ.22, રહે. છાશીયા, તા. વિંછીયા) અને કિરણ રમેશભાઈ સોલંકી (રહે. માડા ડુંગર આજી ડેમ પાસે)ની સામે અપહરણ અને દૂષ્કર્મ ઉપરાંત પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી જયેશની ધરપકડ કરી પૂછપરછ શરૂૂ કરી છે.

Advertisement

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભોગ બનનારના માતા ખેતીકામ કરે છે અને રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર એક વાડીમાં રહે છે.આરોપી જયેશે ગઈ તા.30ના રોજ ભોગ બનનાર 16 વર્ષની તરૂૂણીનું લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો.સગીરાના મામા વિછીયાંના છાંસિયા ગામે રહેતા હોય ત્યાં સગીરા અવાર નવાર આવ જા કરતી હોવાથી જયેશનો પરિચય થયો હતો.બાદમાં આ શખ્સે પ્રેમ જાળમાં ફસાવી હતી.અહીંથી ભગાડી ગયા બાદ જયેશે સગીરા સાથે ફુલહારથી લગ્ન કરી લીધા હતા.બાદ તેને સરધાર,છાંસિયા,હળવદ લઈ જઈ ત્યાં અવાર-નવાર હવસનો શિકાર બનાવી હતી.આ ઘટનામાં આરોપી કિરણે તેને મદદગારી કરી હતી.હાલ વધુ તપાસ ચાલી રહી હોવાનું કુવાડવા પોલીસ ટીમ કરી રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement