મોરબીના ભૂરા હોટલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : બેની અટકાયત
મોરબીના નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ભૂરા સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પોલીસે ઝડપી પાડ્યું છે તેમજ સ્થળ પરથી પબે શખ્સની ધરપકડ કરી હતી અને બે શખ્સોના નામ ખુલતા પોલીસે ચારેય શખ્સોની વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી વાકાનેર નેશનલ હાઇવે રોડ પર બેંક ઓફ બરોડા પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બરના ત્રીજા માળે ભુરા સ્પામાં તેના સંચાલકો પોતાના આર્થીક લાભ સારૂૂ ભુરા સ્પામાં બહારથી રૂૂપ લલનાઓ બોલાવી સ્પામાં બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મશાજી ના ઓઠાતળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનું ચલાવે છે. તે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલ સ્પાના સંચાલકો તથા માલીક (1) પંકજભાઇ રમેશભાઇ રાઠવા ઉ.વ.24 રહે,હાલ ભુરા સ્પા એન્ડ હોટેલ તા.જી.મોરબી મૂળ રહે, ભક્તિ ફળીયા હરખપુર તા.પાવી જેતપુર જી.છોટાઉદેપુર તથા (2) નારણભાઇ પરષોતમભાઇ સિતાપરા ઉ.વ.36 રહે, મોરબી-2 ઉમીયાનગર તા.જી.મોરબી વાળાની ધરપકડ કરી હતી અને બંને શખ્સોની પ્રાથમિક પુછપરછ દરમિયાન વિજય ઉર્ફે ભુરાભાઈ જેરામભાઈ પટેલ રહે. મોરબી તથા હિતેશ ભટ્ટૈયા રહે. હાલ ભુરા હોટલ એન્ડ સ્પા ક્રિષ્ના ચેમ્બર મોરબી મૂળ રહે. પોરબંદર વાળાઓના નામ ખુલતા ચારેય સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શ ન એકટની 1956ની કલમ 3(1), 4, 5(1)(એ), 5(1)(ડી), 6(1)(બી), મુજબ ગુન્સે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.