દરેડનું ખોડિયાર મંદિર ધસમસતા પાણીના પ્રવાહમાં અડધું ગરકાવ
01:05 PM Jul 04, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમમાં ગઈકાલે મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો આવી જતાં ડેમ ઓવરફ્લો થયો હતો, અને તે પાણી નો જથ્થો દરેડ ની કેનાલ તરફ આવ્યો હતો. ગઈકાલે બપોર દરમિયાન પડેલા વરસાદના કારણે દરેડની નદીમાં પૂર આવ્યા હતા, અને પાણીનો ધસમસતો પ્રવાહ દરેડ નજીક આવેલા ખોડીયાર મંદિરના પરિસરમાં આવી પહોંચ્યો હતો. એક તબક્કે પાણીનો મોટો પ્રવાહ આવી જતાં દરેડ નું ખોડીયાર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જોકે આજે વહેલી સવારે પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ ધીમે ધીમે પૂરના પાણી ઓસર્યા હતા, અને મંદિર ફરીથી પાણીમાંથી બહાર દેખાવા લાગ્યું હતું. ગઈકાલે સાંજે લેવાયેલી ઉપરોક્ત તસ્વીરમાં દરેડ નું ખોડીયાર મંદિર અડધું પાણીમાં ડૂબેલું દ્રશ્યમાન થાય છે.
Advertisement
Next Article
Advertisement