For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંતકબીર રોડની ખોડિયાર હોસ્પિટલ બાયોવેસ્ટ જાહેરમાં નાખતા પકડાઈ

04:14 PM Aug 23, 2024 IST | Bhumika
સંતકબીર રોડની ખોડિયાર હોસ્પિટલ બાયોવેસ્ટ જાહેરમાં નાખતા પકડાઈ
Advertisement

હોસ્પિટલ સત્તાવાળાને રૂા. 10 હજારનો ફટકારાયો દંડ

પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 84 વેપારી ઝડપાયા

Advertisement

સદગુરૂૂ રણછોડનગર-2, જલગંગા ચોક, સંતકબીર રોડ પર આવેલ ખોડીયાર બાળકોની હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ખોડીયાર બાળકોની હોસ્પિટલ પાસેથી રૂૂ.10,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. તા.20-08-2024ના રોજ સદગુરૂૂ રણછોડનગર-2, જલગંગા ચોક, સંતકબીર રોડ પર આવેલ ખોડીયાર બાળકોની હોસ્પિટલને ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રૂૂ.10,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ હતો.

ઉપરોક્ત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર શ્રી નિલેશ પરમારની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેર પી.સી.સોલંકીના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.6ના સેનીટરી ઇન્સ્પેકટર શ્રી હરેશ ગોહેલ દ્વારા કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણઅન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી Distromed Bio-Clean Pvt. Ltd. મારફત નિકાલ કરવા અનુરોધ કરેલ છે.

મહાનગરપાલિકાના સોલીડવેસ્ટ વિભાગ દ્વારા વખતો વખત ફરિયાદના આધારે બાયો મેડીકલ વેસ્ટ નાખતા ઈસમોને પકડી પાડવામાં આવતા હોય છે. પરંતુ આ પ્રકારના વેસ્ટ નાખનાર સેંકડો હોવાનું જાણકારો કહી રહ્યા છે. ત્યારે સોલીડવેસ્ટ વિભાગ દ્વારા હોસ્પિટલો હોય તેવા વિસ્તારોમાં ખાનગી રાહે ચેકીંગ કાર્યવાહી કરવી જોઈએ. તેવી માંગ ઉઠવા પામી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 22/08/2024ના રોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 22/08/2024 ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 84 આસામીઓ પાસેથી 7.285 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.24300/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

પર્યાવરણ વિભાગ દ્વારા સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 30 આસામીઓ પાસેથી 2.56 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 6550/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 29 આસામીઓ પાસેથી 3.525 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 11600/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 25 આસામીઓ પાસેથી 1.2 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.6.15/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement