ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલનો જન્મદિવસ શુક્રવારે દિવ્યાંગોના કલ્યાણ માટે ઉજવાશે

12:45 PM Jul 09, 2025 IST | Bhumika
OM STUDIO 94262 28586
Advertisement

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને નરેશભાઈ પટેલના મિત્રમંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા 25 વર્ષથી ચાલતી આ પરંપરા નરેશભાઈ પટેલના સમાજ પ્રત્યેના અવિરત સમર્પણનું પ્રતિક છે. પરંતુ આ વર્ષે નરેશભાઈ પટેલના 60મા જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગો અને દિવ્યાંગોના કલ્યાણ માટે કરવામાં આવશે. 11 જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને નરેશભાઈ પટેલના મિત્રમંડળ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ-તાલુકાઓમા આવેલા મનોદિવ્યાંગો અને દિવ્યાંગોના આશ્રમમાં અનેકવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. 11 જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના વિવિધ મનોદિવ્યાંગો અને દિવ્યાંગોના આશ્રમોમાં સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

Advertisement

જેમાં મનોદિવ્યાંગો અને દિવ્યાંગોને ભોજન, સ્કૂલબેગ વિતરણ, સ્ટેશનરી વિતરણ, યુનિફોર્મ વિતરણ, કરિયાણું, આશ્રમમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેવી કે, ટીવી, ફ્રિઝ, કોમ્પ્યુટર, સાબુ, તેલ, બેડશીટ, ધાબળા, ચાદર, રેઈનકોટ, છત્રી સહિતની વસ્તુઓ જે મુજબની જરૂૂરિયાત હશે તે પ્રમાણે આપવામાં આવશે. 11 જુલાઈના રોજ મનોદિવ્યાંગો અને દિવ્યાંગોના રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, ભરૂૂચ, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, મેંદરડા, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, ભુજ, બોટાદ, મહેસાણા, તાપી, નર્મદા, અરવલ્લી, સાબરકાંઠા, ગુજરાત બહાર પુણે અને ચેન્નઈ સહિતના સ્થળોએ 70 જેટલી સંસ્થાઓમાં શ્રી ખોડલધામની સ્થાનિક ટીમ જઈને સંસ્થામાં આશ્રય લઈ રહેલા 6 હજારથી વધુ બાળકો, વડીલો, દીકરા-દીકરીઓને જરૂૂરિયાત મુજબની વસ્તુઓનું વિતરણ કરશે અને નરેશભાઈ પટેલના જન્મદિવસની સાર્થક ઉજવણી કરશે. રાજકોટ જિલ્લામાં 15 સ્થળે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે.

11 જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજકોટ જિલ્લામાં 15 મનોદિવ્યાંગો અને દિવ્યાંગોની સંસ્થાઓમાં સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં (1) રાજકોટ શહેરમાં આવેલા પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનમા 200 જેટલા બાળકોને વાઈબ્રન્ટ બ્રસ આપવામાં આવશે (2) એકરંગ ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટમાં કરિયાણું આપવામા આવશે (3) કાલાવડ રોડ પર આવેલા માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહમાં શૌચાલય રિનોવેશનની કામગીરી કરાશે (4) ધી સોસાયટી ફોર ધી મેન્ટલ રિટાર્ડેટ આશ્રમમાં સ્કૂલ યુનિફોર્મ આપવામાં આવશે (5) રાજકોટ શહેરના હીના ફાઉન્ડેશનમા કરિયાણુ, બ્લેન્કેટ અને કોસ્મેટિક વસ્તુ આપવામાં આવશે (6) રાજકોટ શહેરના મધર રેટેસા આશ્રમમાં કરિયાણુ, બ્લેન્કેટ અને કોસ્મેટિક વસ્તુ આપવામાં આવશે (7) વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં કરિયાણું આપવામાં આવશે (8) શ્રી અને શ્રીમતિ છ.શા. વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટમાં 260 બાળકોને સ્કૂલબેગ આપવામાં આવશે (9) કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં બ્લેન્કેટ આપવામાં આવશે (10) ત્રંબા પાસેના મંદબુદ્ધિના બાળકોના આશ્રમમાં કરિયાણું આપવામાં આવશે (11) રાજકોટના અંધ અપંગ માનવ કલ્યાણ ટ્રસ્ટમાં યુનિફોર્મ આપવામાં આવશે (12) રાજકોટના પરમાર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં બાળકોને ભોજન કરાવીને બ્લેન્કેટનું વિતરણ કરાશે (13) ઉપલેટાના દિવ્યજ્યોત મનોદિવ્યાંગ બાળકોની સંસ્થામાં કપડાં આપવામાં આવશે (14) જેતપુરના હેમતુલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં મિક્સર, સાબુ, શેમ્પુ, પાઉડર જેવી જરૂૂરી વસ્તુઓનું વિતરણ કરાશે (15) ગોંડલના મા અમરધામ આશ્રમમાં કપડાંનું વિતરણ કરવામાં આવશે. શ્રી ખોડલધામ સમિતિ રાજકોટ શહેર, જિલ્લા અને તાલુકાની ટીમ રૂૂબરૂૂ જઈને આશ્રમમાં આશ્રય લઈ રહેલા બાળકો, વડીલો, દીકરા- દીકરીઓને જરૂૂરિયાત મુજબની વસ્તુઓનું વિતરણ કરશે અને નરેશભાઈ પટેલના જન્મદિવસની સાર્થક ઉજવણી કરશે. મહત્વનું છે કે નરેશભાઈ પટેલે હંમેશા વંચિતો અને જરૂૂરિયાતમંદ વર્ગો માટે કાર્ય કર્યું છે. તેમણે આ વર્ષે પોતાના જન્મદિવસની ઉજવણી માટે મનોદિવ્યાંગોની સેવા પસંદ કરી છે. આ એવા લોકો છે જેઓને આપણા પ્રેમ, હુંફ અને સહારાની સૌથી વધુ જરૂૂર છે. નરેશભાઈ પટેલનો આ નિર્ણય સમાજ પ્રત્યેની તેમની ઉંડી સંવેદનશીલતા અને નિસ્વાર્થ સેવાભાવના દર્શાવે છે. નરેશભાઈ પટેલનું જીવન ખરા અર્થમાં સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તો આ સેવાકીય કાર્યમાં જાહેર જનતાને પણ જોડાવવા અપીલ કરવામાં આવી છે.
નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે અનેક લોકો રક્તદાન કરતાં આવ્યા છે. તો આ દિવસે જે કોઈ રક્તદાતાઓને સ્વૈચ્છિક રક્તદાન કરવું હોય તેમણે રાજકોટ શહેરમાં આવેલી રેડક્રોસ બ્લડ બેંકનો સંપર્ક કરીને રૂૂબરૂૂ જઈને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsKhodaldham Trust Chairman Nareshbhai Patel
Advertisement
Next Article
Advertisement