For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં ખોડલ પધાર્યા : શ્રી ખોડલધામ ટ્રસ્ટ આયોજિત ભવ્ય શોભાયાત્રા નીકળી

12:45 PM Jun 21, 2025 IST | Bhumika
જામનગરમાં ખોડલ પધાર્યા   શ્રી ખોડલધામ ટ્રસ્ટ આયોજિત ભવ્ય શોભાયાત્રા નીકળી

રાજકીય અને સામાજિક અગ્રણી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને માતાજીના વધામણાં કર્યા

Advertisement

શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના લાભાર્થે આજે જામનગર શહેરમાં મૉં ખોડલની શોભાયાત્રાનો શુભારંભ થયો છે. આ શોભાયાત્રામાં ખાસ રથ જામનગર આવી પહોંચ્યા છે. એક રથ મૉં ખોડલને સમર્પિત છે, જયારે બીજો રથ કેન્સર હોસ્પિટલની થીમ પર આધારિત છે.

આ બન્ને રથ અત્યંત આકર્ષક રીતે સજ્જ કરવામાં આવ્યા છે અને તેમાં ખોડલ માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. જે માતાજીના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી. આ શોભાયાત્રાનો મુખ્ય હેતુ શ્રી ખોડિયાર માતાજીની આરાધના કરવાનો અને સમાજમાં એકતા અને સદભાવનાનું વાતાવરણ ઊભું કરવાનો છે. ગઈકાલે સવારે 9.00 કલાકે પટેલ નગરીમાં આવેલા રત્નેશ્વર મહાદેવ મંદિરથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. આ શોભાયાત્રા વોર્ડ નંબર 15 ના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયો હતો. સોસાયટીના મુખ્ય સ્થળોએ માતાજીની મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પટેલ નગરી, ઋષિ બંગલો (અંડર બ્રિજપાસે, મહાદેવ મંદિર), ઓસવાળ 4 (ચોકમાં), ઓસવાળ -2 ઓસવાળ -4 (ચોકમાં), ઓસવાળ -3 (કોમન પ્લોટ વાળો ચોક), શિવમ સોસાયટી (મહાદેવ મંદિર), સરસ્વતી સોસાયટી (ચોકમાં), કેવલિયા વાડી (મેઈનગેટ પછીનો ચોક), ગોકુલધામ સોસાયટી (મેઇન ચોક), મહાવીર પાર્ક, મેહુલ નગર (કોમન પ્લોટ વાળો ચોક), શિવમ પાર્ક, પ્રગતિ પાર્ક (કોમન પ્લોટ વાળો ચોક), જય સોસાયટી, પ્રવીણ દાઢીની વાડી (રામકૃષ્ણ સોસાયટી શેરી નં. 6), રોઝી પાર્ક, કૃષ્ણનગર (રામાયણ પાન), કૃષ્ણનગર (શેરી નં. 3, પીપળાવાળો ચોક), કૃષ્ણનગર શેરી નં.4, આઝાદ ચોક), શાંતિનગર (મનસુખભાઈ મૂંગરા વાળો ચોક), જનતા સોસાયટી (મેઘજીભાઈ કોઠીયા વાળો ચોક) પાસે પૂર્ણ થઈ હતી.

Advertisement

આ શોભાયાત્રામાં રાજકીય અને સામાજિક મહાનુભાવો પૈકીના ધારાસભ્ય, મેયર, શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ તથા જામનગર જિલ્લા ખોડલધામ સમિતિના ક્ધવીનર તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહીને માતાજીના વધામણા કર્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજન, કીર્તન અને ગરબાનો સમાવેશ થાય છે. આ શોભાયાત્રા દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારો વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement