ખીજડિયાના આચાર્ય રામદેવસિંહ જાડેજાને જિલ્લાના શ્રેષ્ઠ મુખ્ય શિક્ષક એવોર્ડ એનાયત
તા.05/09/2025ના રોજ જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી રાજકોટ દ્વારા આયોજિત ન્યુ એરા સ્કૂલ રાજકોટ ખાતે જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી મેયર નયનાબેન પેઢડીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઇ પુજારા વાઈસ ચેરમેન પ્રવિણભાઈ નિમાવત અને જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી દિક્ષિત પટેલ અને ડાયટ પ્રાચાર્ય ડો.સંજયભાઈ મહેતાની હાજરીમાં યોજાયો. જેમાં ખીજડીયા પ્રાથમિક શાળાના આચાર્ય રામદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજાને શ્રેષ્ઠ મુખ્ય શિક્ષક એવોર્ડ 2025 આપવામાં આવેલ જેમાં શિલ્ડ પ્રમાણપત્ર અને રૂૂપિયા 15000 ઇનામ સ્વરૂૂપે આપવામાં આવેલ.
રામદેવસિંહ જાડેજા શિક્ષક તરીકે 2003માં જોડાયેલ ત્યારબાદ ખીજડીયા પ્રાથમિક શાળામાં 2015થી ફરજ બજાવે છે. તેઓ એ છે સ્વર્ગથીય વહાલી અમને અમારી શાળા સૂત્રને સાથે કાર્ય કરી શાળાને સ્વર્ગ જેવી બનાવેલ છે રામદેવસિંહ જાડેજાનાં નેતૃત્વમાં શાળાએ સતત પાંચ વર્ષથી ગુણોત્સવમાં એ+ અને 75% ઉપર માર્કિંગ મેળવેલ. જે પૈકી 2023/24માં 86.16% એ+ શાળાનું સૌથી ઉંચુ પરિણામ મેળવેલ. જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ મુખ્ય શિક્ષક એવોર્ડથી સન્માનિત થતા શાળાના શિક્ષકો, જખઈ સભ્યો, ગ્રામ આગેવાનો, ગ્રામજનોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે અને શાળા પરિવાર ગૌરવ અનુભવે છે આચાર્યએ શાળાને એવી બનાવેલ જયાં ખરા અર્થમાં શ્રેષ્ઠ શાળા વડે શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ટ સમાજ વડે શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય છે.