રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખેડા સીરપકાંડ: યોગી સિંધીની ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન

04:03 PM Dec 04, 2023 IST | Sejal barot
Advertisement

ખેડામાં નશાકારક સીરપકાંડથી થયેલા મોત મામલે એક બાદ એક ખુલાસો સામે આવી રહ્યો છે. ખેડા પોલીસ દ્વારા મુખ્ય આરોપી યોગી સિંધીની ફેક્ટરી પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે સમગ્ર સર્ચને લઈ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ નિવેદન આપ્યું છે.
ખેડા એસપીએ જણાવ્યું કે, યોગી સિંધીની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાયસન્સના આધારે તપાસ કરવામાં આવી છે. તપાસમાં અમુક લિક્વિડ મળ્યા તે એફ એસ એલમાં મોકલીશું. વધુમાં કહ્યું કે, તપાસમાં કેટલાક ડોક્યુમેન્ટસ પણ મળી આવ્યા છે. તપાસમાં મળેલ શંકાસ્પદ સામગ્રીઓ ગુનાના ઉપયોગમાં લેવા યોગ્ય છે કે કેમ તે એફએસએલ રિપોર્ટ બાદ ખબર પડશે. ફુડ એન્ડ ડ્રગ્સ તેમજ એફ એસ એલના તમામ અધિકારીઓની હાજરીમા સંયુક્ત રીતે તપાસ ઑપરેશન કર્યું છે. ફેક્ટરી માંથી મળી રહેલ તમામ સામગ્રી ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ એફ એસ એલના અધિકારીઓની હાજરીમાં કબજે લેવાઈ છે
પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, અલગ અલગ લાઇસન્સ મુજબ ફેક્ટરીમાં બોટલિંગ તેમજ મસાલા પેક કરવાની મશીનરી છે. કેસને લગતી ઉપયોગી પુરાવાઓ સર્ચ ઓપરેશન દરમિયાન કબજે લેવાઈ રહ્યા છે. મસાલા, બેવરેજીસ તેમજ અન્ય એક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું એમ ત્રણ લાઇસન્સ છે. 2021થી ચાલતી ફેક્ટરીમાં સાત જેટલા મજૂરો કામ કરતા હતા.વધુમાં ખેડા એસપીએ કહ્યું કે, પોલીસ દ્વારા મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીની ઊંડાણપૂર્વક પૂછપરછ થઈ રહી છે.નશીલા સિરપથી છ લોકોનાં મોત મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને 3 લોકોની અટકાયત કરી છે. પોલીસે યોગેશ સિંધી, કિશોર સોઢા અને ઇશ્વર સોઢાની અટકાયત કરી છે. પોલીસ નશીલા સિરપ મામલે ત્રણેયની કડકાઈથી પૂછપરછ કરી રહી છે. એમાં પણ સિરપ બનાવનાર યોગેશ સિંધી અને વેચનાર નારાયણ સોઢાની પોલીસે અટકાયત કરી છે.

Advertisement

Tags :
atfactoryKheda Seerapkand: Search operationSindhi'sYogi
Advertisement
Next Article
Advertisement