રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયા તાલુકો રોગચાળાના ભરડામાં: વાઇરલ રોગોનું વધતું પ્રમાણ

11:45 AM Aug 14, 2024 IST | admin
Advertisement

સરકારી હોસ્પિટલની ઓ.પી.ડી. 1000 સુધી પહોંચી

Advertisement

દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં રોગચાળાના વધતા જતા દર્દીઓની સંખ્યા વચ્ચે સરકારી સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ વિવિધપ્રકારના વાયરલ રોગના દર્દીઓનું પ્રમાણ વધ્યું છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને તંત્ર પણ સાવચેત બન્યું છે.

ખંભાળિયા પંથકમાં ભારે વરસાદ બાદ પણ વાદળીયા વાતાવરણના કારણે સૂર્યપ્રકાશ ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. આ રીતે ધાબળીયા વાતાવરણની પરિસ્થિતિમાં શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના રોગોનું પ્રમાણ વધ્યું છે. જેમાં ખાસ કરીને મેલેરિયા, તાવ, પેટમાં દુ:ખાવા, માથાના દુ:ખાવા, ઝાડા-ઉલટી સહિતના વિવિધ પ્રકારના રોગોના દર્દીઓ વધતા જોવા મળી રહ્યા છે.

આ પરિસ્થિતિમાં અહીંની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને ભારે ભીડ જોવા મળી રહી છે. ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની ઓપીડી 1,000 સુધી પહોંચી છે અને અહીં આઉટડોર અને ઇનડોર દર્દીઓ વધતા લાઈનોના કારણે દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલની કેસ બારી તેમજ દવા બારીમાં મોટી સંખ્યામાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે.
ખાનગી હોસ્પિટલમાં પણ દરરોજના આશરે 500 થી 700 દર્દીઓ સારવાર અર્થે આવે છે. હાલની આ પરિસ્થિતિમાં વૃદ્ધો તેમજ બાળકો કફોડી હાલતમાં મુકાઈ જાય છે.

ખંભાળિયામાં દરરોજ વરસતા વરસાદી ઝાપટાથી પાણીના ખાડા ભરાયેલા રહે છે. જ્યાં મચ્છરો જેવા જીવજંતુઓ અને માખીઓનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે જંતુનાશક દવા તેમજ ડીડીટી પાઉડરના છંટકાવ સાથે સાફ-સફાઈ પર પ્રાધાન્ય આપવા તંત્ર દ્વારા આમ જનતાને અપીલ કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsIncreasing prevalence of viral diseaseskhambhaliyanews
Advertisement
Next Article
Advertisement