For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયા પાલિકા દ્વારા મેઈન લાઈન એન્કેસિંગ કરાશે: બે દિવસ પાણી વિતરણ બંધ

11:56 AM May 30, 2025 IST | Bhumika
ખંભાળિયા પાલિકા દ્વારા મેઈન લાઈન એન્કેસિંગ કરાશે  બે દિવસ પાણી વિતરણ બંધ

ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમ નજીક નગરપાલિકાની પાણીની મેઈન લાઈન એન્કેસિંગ કરવાની હોવાથી શનિવાર તેમજ રવિવારના રોજ શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા બંધ રહેનાર છે.

Advertisement

આ અંગે નગરપાલિકા સૂત્રો દ્વારા જણાવાયા મુજબ ખંભાળિયાના ઘી ડેમ ખાતે શહેરમાં પાણી વિતરણ કરતી 350 તથા 300 એમ.એમ. ડાયામીટરની લાઈન દર વર્ષે ઘી ડેમ ઓવરફ્લો થતા તેજ પાણીના વહેણના કારણે દર ચોમાસામાં ધોવાઈ જતી હોય છે. જેના કારણે આ દિવસોમાં શહેરમાં પાણી વિતરણ થઈ શકતું નથી અને નગરપાલિકાને આ લાઈન પુન: રીપેર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

આ ગંભીર મુદ્દે નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લઈને આ પ્રશ્નના ઉકેલના ભાગરૂૂપે ચોમાસા પહેલા 400, 350 તથા 300 એમ.એમ. ડાયામીટરની ડી.આઈ. મેઈન લાઈન નદીની અંદર એન્કેસિંગ કરવાની કામગીરી હાથ ધરાનાર છે.

Advertisement

આ કામગીરી તારીખ 31 મે તથા તારીખ 1 જૂનના રોજ હાથ ધરાનાર છે. ત્યારે આ દિવસોમાં આગામી શનિવાર તથા રવિવારે ખંભાળિયા નગરપાલિકા હસ્તકના ઘી ડેમ વોટર વર્ક્સ તથા ફૂલવાડી ખાતેથી વિતરણ થતો સમગ્ર શહેરનો પાણી પુરવઠો બંધ રહેનાર છે. આ મુખ્ય લાઈનોની એન્કેસિંગની કામગીરી પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ પાણી વિતરણ શરૂૂ કરવામાં આવશે. જેની નગરજનોને નોંધ લેવા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ઓફિસર સી.બી. ડુડીયા, વોટર વર્ક્સ એન્જિનિયર એન.આર. નંદાણીયા તથા કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયાની એક યાદીમાં જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement