For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયાના સેવાભાવી કાર્યકરની ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કમિશનમાં જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ

01:45 PM Mar 30, 2024 IST | Bhumika
ખંભાળિયાના સેવાભાવી કાર્યકરની ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કમિશનમાં જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ

ખંભાળિયામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રામભાઈ ખેતશીભાઈ જોગાણી (ગઢવી) ની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાઈસ પ્રેસિડેન્ટ તરીકેની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના માનવાધિકાર આયોગના પ્રેસિડેન્ટ કે.જે. ગઢવી અને સેક્રેટરી એડ. મિત વર્ધનજીની ભલામણથી સેન્ટ્રલ એમ્બેસેડર જનરલ સેક્રેટરી અયનુલ હુસેન દ્વારા ખંભાળિયામાં રક્ત યોદ્ધા તરીકેનું ગ્રુપ ચલાવી અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા ગઢવી રામ જોગાણીની નિમણૂક કરાઈ છે.

Advertisement

માર્કેટિંગ તેમજ એડવર્ટાઇઝિંગ ક્ષેત્રે કાર્યરત રામભાઈ જોગાણી પત્રકારત્વના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. હોસ્પિટલમાં દર્દીઓને લોહીની જરૂરિયાત સમયે પડખે ઊભા રહેતા રામભાઈ ગઢવીની આ નિયુક્તિ બદલ તેમને તેમના મોબાઈલ નંબર 96627 87600 ઉપર મિત્રો, શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement