રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખાડા બૂરો મદદ કરો સદસ્યતા અભિયાન, વગડ ચોકડીએ ચક્કાજામ

03:42 PM Sep 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભાંગી પડેલા રસ્તાઓથી ત્રસ્ત લોકોનો નવતર વિરોધ

રાજકોટ શહેરમાં છેલ્લા 15 દિવસમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે 150 ફૂટ રીંગ રોડ સહિત મોટા ભાગના રોડ-રસ્તા ભાંગી પડયા છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે શહેરની ભાગોળે ભારે ટ્રાફિકવાળા મવડી-પાળરોડ પર આવેલી વગડ ચોકડીએ ખાડાઓથી ત્રસ્ત લોકોએ ભાજપના સદસ્યતા અભિયાનને નિશાન બનાવી રસ્તારોકો આંદોલન કરતા રોડની બન્ને તરફ વાહનોના થપ્પા લાગી ગયા હતા. ભાંગી-તુટી ગયેલા રસ્તાઓનો વિરોધ કરતા લોકોએ ખાડામાં ભાજપના સદસ્યતા અભિયાન અંગે કટાક્ષ કરતા બોર્ડ માર્યા હતા અને લખ્યુ હતુ કે, ખાડા બૂરો મદદ સદસ્યતા અભિયાન વગડ ચોકડી જેવી જ સ્થિતી શહેરમાં ઠેર ઠેર જોવા મળે છે. ભાજપના શાસકો સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત છે અને ભાજપના સભ્ય બનવા લોકોને વોટસએપ ઉપર મેસેજનો મારો ચલાવી રહ્યા છે. જયારે લોકો પોતાની સમસ્યા તરફ શાસકોનું ધ્યાન ખેંચવા નવતર પ્રયોગો અજમાવી રહ્યા છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsWagad Chokdi
Advertisement
Next Article
Advertisement