કેશોદની શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચની પદ પરથી હકાલપટ્ટી
વિદેશમાં રહેતા નાગરિકોના જોબકાર્ડમાં નાણા જમા કરી ગેરરીતિ આચરી હતી
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા શેરગઢ ગામની શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચની પદ પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે. સરપંચ મોહિત નારણભાઈ દયાતરને ઉઉઘએ સરપંચ પદ પરથી બરતરફ કર્યા છે.શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચ મોહિત નારણભાઈ દયાતર વિરુદ્ધ કોઝવે અને પાણીના ટાંકાના કામમાં નાણાનો દુરપયોગ કરવો અને વિદેશ રહેતાં નાગરીકના જોબકાર્ડમાં નાણા જમા કરવા જેવી ગેરરીતિની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારીની તપાસ બાદ આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ સોંપી રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ આ મામલે સરપંચ મોહિત દયાતરને કારણદર્શક નોટિસો ફટકારવામાં આવી હતી.
સરપંચ મોહિત દયાતર હત્યાનો પ્રયાસ અને એટ્રોસીટીના કેસમાં જેલમાં બંધ હતા. જેથી તેમના તરફથી કે તેમના કોઈ પ્રતિનિધિ તરફથી ઉઉઘની કારણદર્શક નોટિસોના કોઈ જવાબ ન મળતા ઉઉઘએ તેમના વિરુદ્ધ થયેલા આરોપોને સાચા માની પંચાયત અધિનિયમ 1993ની 57 (1) મુજબની કાર્યવાહી કાર્યવાહી કરીને સરપંચ પદ પરથી હટાવી દેવાયા છે.