જૂનાગઢ જિલ્લા સહકારી બેંક સામે કેશોદ તાલુકાની મંડળીઓ મેદાને
જુનાગઢ જિલ્લા સહકારી બેન્કના નિર્ણય સામે કેશોદ તાલુકાની સહકારી મંડળીઓ મેદાનમાં પડી છે અને બેન્કના મનગડત નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. જૂનાગઢ જિલ્લાની સહકારી બેન્કના ડિરેક્ટર પર હવે બાકી હોદ્દેદારો સામે મેદાનમાં પડ્યા છે. કેશોદ તાલુકાના ખેડૂતોમાં જિલ્લા સહકારી બેન્કના એક નિર્ણય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને 5 લાખ રૂૂપિયાની વગર વ્યાજની લોન આપ્યા બાદ બેન્કે 31મી ઓગસ્ટ સુધીમાં વધારાની 2 લાખ રૂૂપિયાની રકમ પરત જમા કરાવવાનો આદેશ આપતા વિવાદ સર્જાયો છે.
આ નિર્ણયનો વિરોધ કરવા કેશોદ તાલુકાની તમામ સહકારી મંડળીના પ્રમુખો, ખેડૂતો અને મંત્રીઓએ એકજૂથ થઈને લડત આપવાનો નિર્ધાર કર્યો છે. આ વર્ષે જિલ્લા સહકારી બેન્કના આદેશ મુજબ ખેડૂતોને 5 લાખ રૂૂપિયાની વગર વ્યાજની લોન આપવામાં આવી હતી. પરંતુ, ત્યારબાદ બીજા પરિપત્ર દ્વારા બેન્કે 31મી ઓગસ્ટ સુધીમાં વધારાની 2 લાખની રકમ પરત જમા કરવાનો આદેશ આપ્યો છે. ખેડૂતોએ આ ધિરાણનો ઉપયોગ પોતાની જરૂૂરિયાત મુજબ કરી લીધો હોવાથી હાલમાં તેઓ 31મી ઓગસ્ટ સુધીમાં આ રકમ પરત ભરવા સક્ષમ નથી.
આ નિર્ણય ખેડૂતો માટે મુશ્કેલીભર્યો હોવાથી કેશોદ તાલુકાના તમામ મંડળીના પ્રમુખો, ખેડૂતો અને મંત્રીઓ, જિલ્લા સેવા સહકારી બેન્કના ડિરેક્ટર દ્વારા પણ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને કેશોદ તાલુકાની મંડળીઓ સાથે તેઓએ પણ વિરોધ કર્યો છે. આ સમગ્ર મામલે ખેડૂતોની મુખ્ય માગણીએ છે કે તેમને 5 લાખ રૂૂપિયાની લોન એક વર્ષ સુધી વગર વ્યાજે વાપરવા મળે. આ માગણી માટે તેઓ જિલ્લા સહકારી બેન્કના આદેશ સામે લડત ચલાવશે. આ લડત દરમિયાન કોઈ પણ પ્રકારની રાજકીય દખલગીરી સહન કરવામાં આવશે નહીં, તેવું પણ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે.