વારસદારોને અંધારામાં રાખીને કરોડોની જમીનના બારોબાર દસ્તાવેજો બનાવી નખાયા
મહિલાની ફરિયાદની હવે 15મી ઓક્ટોબરે પ્રાંત કચેરીમાં સુનાવણી
જામનગરમાં રિવરફ્રન્ટ પ્રોજેકટને પગલે જમીનના ભાવમાં વધારો થતાં જમીનના સોદામાં વિવાદો સામે આવી રહ્યા છે. શહેરના એક વિસ્તારમાં આવેલી કરોડો રૂૂપિયાની કિંમતની જમીનના સંદર્ભમાં વારસદારોએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેમને અંધારામાં રાખીને જમીનના દસ્તાવેજો બનાવી લેવામાં આવ્યા છે. જમીનોના સોદામાં જમીનના માલિકો વારસદારો દ્વારા જિલ્લાના આગેવાનો તેમજ અગ્રણી, બિલ્ડર વિરૂૂદ્ધ જિલ્લા કલેકટર કચેરીમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ફરિયાદી વારસદારોને અંધારામાં રાખી બાકીના પાસે થી સસ્તા ભાવે જમીનો પડાવી લેવામાં આવી છે અને દસ્તાવેજો પણ થઈ ગયા છે.
આ દસ્તાવેજોની વિગતો પ્રમાણે એક દસ્તાવેજ 1,69,68000 નો લેનાર લાભુબેન જમનભાઈ ફળદુના નામે, બીજો દસ્તાવેજ રૂૂ. 3,08,74000 નો જમન શામજી અને હરદાસ કરશન ખવા ના નામે, ત્રીજો દસ્તાવેજ રૂૂ. 1,86,3ર,પ00નો જયેન્દ્ર રાઘવજી મુંગરા, ગોરધનભાઈ મનજીભાઈ ભંડેરીના નામે, ચોથો દસ્તાવેજ રૂૂ. 44,8પ,000 નો જમન શામજીના નામે તા. ર1-8-ર4 ના કરી દેવામાં આવ્યો છે અને સીટી સર્વેમાં તા. ર0-9-ર4 ના સતાવાર નોંધણી પણ થઈ ગઈ.
આ સમગ્ર સોદાઓ અંગે ની ફરિયાદી વારસદાર મધુ મહેન્દ્રભાઈ પરમારે કરતા પ્રાંત અધિકારી એ કેસ ની સુનાવણી હાથ ધરી છે. જેમાં ગઈકાલની 8-10-ર4 ની સુનાવણી પછી આગામી વધુ સુનાવણી તા.1પ-10-ર4 ના રોજ રાખવામાં આવી છે.
આ મામલે વારસદારોએ જિલ્લા કલેક્ટરમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, જમીનના દસ્તાવેજો ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા છે અને તેમાં કેટલાક જિલ્લાના આગેવાનો, અગ્રણીઓ અને બિલ્ડરો સામેલ છે. વારસદારોએ આરોપ લગાવ્યો છે કે મામલે પ્રાંત અધિકારીએ સુનાવણી હાથ ધરી છે અને આગામી સુનાવણીમાં આ મામલે નિર્ણય લેવાશે. જો કે, આ મામલે હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.