રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બારની ચૂંટણી પૂર્વે કાવાદાવા ચરમસીમાએ, ભાષાનો સંયમ ગુમાવતા વકીલો

05:06 PM Dec 21, 2023 IST | Bhumika
Advertisement

સોશિયલ મીડિયા અને જાહેરમંચ ઉપર બિનસંસદીય ભાષાના પ્રયોગથી જુથવાદ વકર્યો

Advertisement

સમરસ અને એક્ટિવ પેનલ તેમજ સ્વતંત્ર ઉમેદવારો વચ્ચે આવતીકાલે બળાબળના પારખાં, આજે કતલની રાત

રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસોસિએેશનની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ બાર એસોસિયેશનની પ્રતિષ્ઠા ભરી ચૂંટણી ઉપર સૌરાષ્ટ્રભરના વકીલો સહિત રાજકીય અગ્રણીઓની પણ મીટ મંડાણી છે ત્યારે રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં લીંગલ સેલ પ્રેરિત સમરસ પેનલ અને પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો છે. બંને પેનલો બાર એસોસિએશનનો તાજ કબજે કરવા પુરજોશથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બારની ચૂંટણીમાં વકીલોના બોલ બગડ્યા હોય તેમ સોશિયલ મીડિયા ઉપર અને જાહેરમાં મંચ ઉપર વકીલો એક બીજા વિરોધી જૂથને આડે હાથ લઈ રહ્યા છે અને જેને લઈને વકીલોમાં ચાલતો જૂથવાદ ચરમશીમાએ પહોંચ્યો છે.

રાજકોટ બાર એસોસિએશનમાં પ્રેક્ટિસ કરતા વકીલોની એકતાની એક સમયે રાજ્યભરમાં નોંધ લેવાતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોર્ટ પરિસરમાં રાજકારણની એન્ટ્રી થતા ભાજપ પ્રેરિત વકીલોના જ બે ફાંટા પડ્યા છે જેને લઈને છેલ્લા બે વર્ષથી ભાજપ પ્રેરિત વકીલોના જ બે જૂથ ચૂંટણી મેદાનમાં આમને સામને આવતા ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળતી હતી એટલું જ નહીં પરંતુ ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ વચ્ચે ખુલ્લેઆમ ફાટા પડ્યા હોય તેમ એક બીજા જૂથના આગેવાનો એકબીજાના હોદા છીનવી લેવા સુધી પહોંચી ગયા હતા અને એકબીજાને પ્રદેશ કક્ષાએ નબળા નેતા હોવાનું પુરવાર કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આ વર્ષે યોજાનારી બાર એસોસિયેશનની ચૂંટણીમાં રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા પોતાની સમરસ પેનલને મેદાનમાં ઉતારવામાં આવી છે ત્યારે સમરસ પેનલને ભરી પીવા વકીલોમાં 108 અને કાકાના હુલામણા નામે જાણીતા સિનિયર એડવોકેટ અને બાર એસોસિએશનમાં બે વખત પ્રમુખ પદ ઉપર ચૂંટણી જીતી ત્રણ વર્ષ સુધી પ્રમુખ પદનો કાર્યભાર સંભાળનાર બકુલ રાજાણીએ અંતિમ ઘડીએ પોતાની એક્ટિવ પેનલને મેદાનમાં ઉતરતા વકીલ આલમમાં હડકંપ મચી ગયો હતો. બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ પેનલ અને એક્ટિવ પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો છે ત્યારે બંને પેનલના ઉમેદવારો પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેટલું જ નહીં પરંતુ મતદાર વકીલોના મત કબજે કરવા બંને પેનલો દ્વારા પોતાના કાર્યાલયો ખોલી કોર્ટ કમ્પાઉન્ડ અને કાર્યાલયો ખાતે વકીલો માટે નાસ્તા અને જમણવારના કાર્યક્રમો યોજી રહ્યા છે અને મહાસંમેલન યોજી વકીલોને એકત્ર કરી શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે બાર એસોસિએશનની ચૂંટણીને હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે આજની રાત ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારો માટે કતલની રાત હોય તેમ વકીલો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી હાલ રાજ્યભરમાં ચર્ચામાં રહી છે જેને લઇને વકીલોના બે જૂથ વચ્ચે ચાલતા જુથવાદને લઈને રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી છેલ્લા બે વર્ષથી ચર્ચામાં રહી છે ત્યારે આ વર્ષે યોજાઇ રહેલી રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં વકીલોની બંને પેનલો દ્વારા મતદારોના મત કબજે કરવા ચૂંટણી પ્રચાર શરૂૂ કર્યો છે ત્યારથી જ વકીલોના બે જૂથ અગ્રણી વકીલોને આડે હાથ લઈ રહ્યા હોય તેવા સોશિયલ મીડિયા અને જાહેર મંચ પરથી અશોભનીય ભાષા પ્રયોગ થઈ રહ્યો છે.

જેના પડઘા ઉચ્ચ કક્ષાએ પડી રહ્યા છે વકીલોના બે જૂથ વચ્ચે ચાલતા જુથવાદનું પરિણામ ભાજપને લોકસભાની ચૂંટણીમાં નુકસાન પહોંચાડે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં આવતી કાલે મતદાન છે અને સાંજે જ મતગણતરી બાદ પરિણામ જાહેર થશે તેમાં બન્ને પેનલના પારખા થશે. વકીલોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે

 

ચૂંટણીના પગલે વકીલો કોર્ટ કાર્યવાહીથી રહેશે અલિપ્ત: બારનો ઠરાવ
રાજકોટ બાર એશોસીએશનની વર્ષ 2024ની ચુંટણી આગામી તા.22/12/2023ને શુક્રવારના રોજ યોજાનાર છે. જેમા મોટા ભાગના વકીલ મતદાન કાર્યમા રોકાયેલા હોય અને અમુક વકીલોએ ઉમેદવારી કરેલી છે. તે સંજોગોમા આગામી તા.22/12/2023 ના રોજ રાજકોટની તમામ કોર્ટમા કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવવામા આવે છે. તથા વિશેષમા ન્યાયાધીશને વિનંતી કરવામા આવે છે કે જે તે કેસમાં જે સ્ટેજ હોય તે યથાવત જાળવી રાખવા અપીલ કરવામા આવી છે.

અમુક વકીલો માત્ર સો.મીડિયામાં ‘કુદકા’ મારી એકતા તોડી રહ્યાની ચર્ચા

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં સોશ્યલ મીડિયામાં ઉમેદવારો કોઈ પણ પ્રકારના મેસેજ વાયરલ કરી પ્રચાર કરતા નથી પરંતુ પેનલના સમર્થનના નામે ‘જાનમાં કોઈ જાણે નહિ, ને હું વરની ફુઈ જેવી પંક્તિને સાર્થક કરતા અનેક વકીલો રાજકોટ બાર એસોસિએશનની શાંતિ ડહોળી રહ્યા હોય તેમ એક બીજા ઉમેદવારોના નામનો ઉલ્લેખ કર્યા વગર સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ કરી રહ્યા છે. પરંતુ કારણ વગર કુદકા મારતા વકીલોના ફાસસુસીયા મેસેજના કારણે વકીલોમાં તણખા જરી રહ્યા છે. હકીકતમાં વકીલોએ કોર્ટ ઓરિસરમાં માત્ર ચૂંટણી પૂરતું જ નહીં પરંતુ 365 દિવસ સાથે કામ કરવાનું હોય છે. જેથી સમજદાર સિનિયર વકીલોએ આવા લેભાગુ તત્વોને સમજાવા જોઈએ અને વકીલોની તુટતી એકતાને અટકાવવી જોઈએ તેવી અનેક સમજદાર વકીલોમાં માંગ ઉઠી છે.

ભાજપ લીગલ સેલની પેનલ અંગે પ્રદેશ ક્ધવીનર જે.જે.પટેલ અજાણ
રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં શહેર ભાજપ લીંગલ સેલ દ્વારા સમરસ પેનલને ચુંટણી મેદાનમાં ઉતારવામાં આવી છે. ત્યારે કોર્ટ પરિસરમાં લીંગલ સેલ દ્વારા કોઇ પણ પેનલ ઉતારવામાં નહીં આવી હોવાની પ્રદેશ કક્ષાના નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેવી ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે આ અંગે પુષ્ટી કરતા પ્રદેશ લીંગલ સેલના ક્ધવીનર જે.જે. પટેલ પણ લીંગલ સેલ સમર્પિત પેનલ ચુંટણી લડતી હોવા અંગે અજાણ હોય તેમ તેમણે શહેર ભાજપ લીંગલ સેલના ક્ધવીનરે પૂછી લેવાનું કહી હાથ ઉચા કરી દીધા હતા.

 

Tags :
Bar Association Electionsgujaratgujarat newslawyers'rajkotrajkot news
Advertisement
Next Article
Advertisement