For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કૌશિક હવે નહીં સુધરે તો તકલીફ પડશે, તારા ઘણા દુશ્મનો છે!

11:57 AM Sep 27, 2025 IST | Bhumika
કૌશિક હવે નહીં સુધરે તો તકલીફ પડશે  તારા ઘણા દુશ્મનો છે

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ભારે ખળભળાટ

Advertisement

બે ટોચના નેતાઓની અંગત ઓડિયો ક્લિપ વાયરલ કોણે કરી? ઇરાદા અંગે પણ ઉઠતા સવાલ

ગુજરાત સરકાર અને સંગઠનમાં ફેરફારોની અટકળો તેજ થઇ છે તેવા સમયે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને અમરેલીના ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા વચ્ચેની વાતચીતની એક કથિત ઓડીયો ક્લિપ વાયરલ થતા રાજકારણમાં ભારે ચકચાર જાગી છે.

Advertisement

ભાજપના બે જવાબદાર નેતાઓ વચ્ચે મોબાઇલ ઉપર થયેલી અંગત વાતચીત કોણે વાયરલ કરી? તેમજ ઓડીયો ક્લિપ વાયરલ કરવા પાછળનો હેતુ શું છે? તે અંગે તરેહ તરેહની ચર્ચા જાગી છે. જો કે, આ ઓડીયો ક્લિપ ઓરિજીનલ છે કે, એ.આઇ. જનરેટેડ છે તે અંગે કોઇ પુષ્ટી થતી નથી પરંતુ આ ઓડીયો ક્લિપે ભારે ચકચાર જગાવી છે.
અમરેલીમાં જ્યારથી કૌશિક વેકરિયાના નામે લેટરકાંડ સર્જાયો ત્યારથી અમરેલીમાં સતત તેઓ ચર્ચામાં રહે છે.

જે બાદ પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું અને તેના કારણે કૌશિક વેકરિયાનું નામ પણ તેમાં ખુબ ચગ્યું હતું. પણ હવે ફરી એક વાર કૌશિક વેકરીયા ચર્ચામાં આવ્યા છે. અને અત્યારે એક ઓડિયો વાયરલ થયો છે. અને આ ઓડિયો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચેની વાતચીતનો છે. આ વાયરલ ઓડિયોના કારણે કૌશિક વેકરીયાની કામગીરી સવાલો ઉભા થઇ રહ્યા છે.

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો ઓડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. આ ઓડિયોમાં સી.આર.પાટીલ કૌશિક વેકરિયાને ખખડાવબી રહ્યા છે. ઓડિયોમાં બોલી રહ્યા છે કે, કૌશિક તને કોલ કર્યો વોટ્સએપ કર્યો પણ તારો કોલ ન આવ્યો. લીલીયા વાળું મોકલ્યું હતું તે લીલીયા વાળું શોર્ટઆઉટ કરાવી દીધું છે અધિકારીઓને કહીને. પણ તારે મને કહેવું જોઈએ સોરી સાહેબ પણ લીલીયા વાળું શોર્ટ આઉટ કરાવી દીધું.

પણ તારે મને કહેવું તો જોઈએ ને કે તે શું કર્યું છે મને ખબર તો પડે ને તમે છે ને તમારા જિલ્લાના કાંકરા છે ને આખો કિલ્લો એક સાથે નથી પડતો ધીમેધીમે પડે છે હા સર, આગળ ઓડિયોમાં સી.આર.પાટીલ કહે છે કે, તું જો આ રીતે ધ્યાન નહી આપશે તો તમારા વિસ્તારમાં તો હજુ તકલીફ વધશે એક સમય હતો તારી છાપ સારી હતી હવે ધીમે ધીમે બગડતી જાય છે હું તને કહું છું ને મને તો કોઈ મતલબ નથી મેં જ તને મોટો કર્યો હવે મને લાગે છે તું જો સાચવશે નહીંને તને ડેમેજ થઈ રહ્યો છે સાહેબ સાચવવાનો જ હોય ને હવે પછી નહી સુધરે તો તકલીફ પડશે.

તારા ઘણા બધા દુશ્મનો છે બધા છેહા સાહેબ ચારે બાજુ છે મોટા નેતાઓ બધાયમને નથી લાગતું તું એટલો સક્રિય હોય કે ચિંતિત હોય એવું તમને હવે કોઈ નથી કરવાનું એવું નહીં માનવાનું હવે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે સી.આર. પાટીલ અને કૌશિક વેકરીયા વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્યાંથી વાયરલ થયો તે સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. અને આ સાથે જ હવે અમરેલીના રાજકારણમાં પણ મોટા ખળભળાટના એંધાણ જોવા મળી રહ્યા છે. નિર્ભય ન્યુઝ ઓડીયોની પુષ્ટિ કરતુ નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement