For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે બચાવ્યા 26315 પશુના જીવ

12:46 PM Oct 11, 2024 IST | admin
કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે બચાવ્યા 26315 પશુના જીવ

સૌથી વધુ 7603 શ્ર્વાન અને 2025 ગાયની સારવાર કરાઇ

Advertisement

જામનગર જિલ્લામાં કરૂૂણા એનિમલ એમ્બુલન્સે સાત વર્ષ પૂર્ણ કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગત તા.6 ઓક્ટોબર 2017 થી શરૂૂ કરવામાં આવેલ કરૂૂણા એનિમલ એમ્બુલન્સ સેવા અનેક અબોલ પશુ પક્ષીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપી આ અબોલ જીવો માટે દેવદૂત સમાન સાબીત થઈ છે. ઇ.એમ.આર.આઈ.- જી.એચ.એસ.અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવાએ 6 ઓક્ટોબરથી આજ દિન સુધીમાં 26,315 મૂંગા પશુઓને સારવાર આપી નવજીવન આપ્યું છે.

પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરમાં બિનવારસી પશુઓની સારવાર માટે 1962 કરૂૂણા એનિમલ એમ્બુલન્સ સેવા કાર્યરત છે.જે જામનગર શહેર માટે આશીર્વાદરૂૂપ સાબિત થઈ રહી છે.છેલ્લા બે વર્ષમાં જ કરૂૂણા એનિમલ એમ્બુલન્સ દ્વારા 7,603 શ્વાન, 2,025 ગાય, 833 બિલાડી, 273 કબૂતર, સહીત સુરખાબ, અજગર, ચકલી, પોપટ, બકરી, કાગડા, સસલા, ઉંટ, બાજ વગેરે મળી કુલ-10,819 પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરાઈ છે.

Advertisement

કરૂૂણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના તાલીમબદ્ધ કર્મચારીઓ તમામ દવાઓ તેમજ અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ છે. જેમાં એક વેટર્નરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે.બિન વારસુ પશુ-પક્ષી ઘાયલ હોય તો 1962 હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા આ સેવાનો લાભ મેળવી શકાય છે.

જેમાં જરૂૂર જણાયે તાત્કાલિક સ્થળ પર જ નાના મોટા તેમજ જટીલ ઓપરેશન પણ કરવામાં આવે છે.કરૂૂણા એનિમલ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર ડો.સોયબ ખાન તથા 1962 એમ્બુલન્સમાં ફરજ બજાવતા ડો.દીપક જયસ્વાલ દ્વારા નગરના કોઈપણ વિસ્તારમાં રખડતા કૂતરા, બિલાડી, કબૂતર કે કોઈ પણ પશુ-પક્ષી ઈજાગ્રસ્ત કે બીમાર હાલતમાં જોવા મળે તો તુરંત જ 1962 હેલ્પ લાઈન નંબર પર ફોન કરી સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement