રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉત્તરાયણમાં પક્ષીઓના બચાવ-સારવાર માટે કરુણા અભિયાનનો પ્રારંભ

04:14 PM Jan 10, 2025 IST | Bhumika
Advertisement

કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરના વિવિધ વિભાગો અને જીવદયાપ્રેમી સંસ્થાઓનું સહિયારુ આયોજન, કલેક્ટરના માર્ગદર્શનમાં કંટ્રોલરૂમ કાર્યરત

Advertisement

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર પ્રભાવ જોશે તેમજ કરુણા અભિયાનના આગેવાનો દ્વારા આજથી કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ અભિયાન આગામી 20 તારીખ સુધી શરૂૂ રહેશે શહેરની વિવિધ અલગ અલગ જગ્યાએ તેમજ જિલ્લાના પણ અલગ -અલગ વિસ્તારમાં પણ આજથી જ કરુણા અભિયાનનો પ્રારંભ થયો છે.

પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુથવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર કરુણા અભિયાન શરૂૂ કરવામાં આવ્યું. તા. 10થી તા. 20 દરમ્યાનઆઅભિયાનહેઠળ રાજયભરનાં તમામ જિલ્લાકલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલવેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલવિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી આયોજીત ઢબે હાથ ધરાશે.

આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઈન, વિવિધ સ્થળોએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓનાં સારવાર કેન્દ્રો ઉભા કરી, ઇજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આઅભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર,જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (જઙઈઅ),વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજપશુચિકિત્સક અધિકારીઓ, રાજકોટ મહાનગર પાલીકા, માહિતી ખાતુ, ખાનગી વેટરનરી ડોકટરો સહીતનાઓને પણ સામેલ કરવામાં આવેલ છે.

મકર સંક્રાંતીએ પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે પકરુણા અભિયાન -2025 અંતર્ગત કંટ્રોલ રૂૂમનો રાજકોટનાં જીવદયાપ્રેમી ક્લેક્ટર પ્રભવ જોષીનાં માર્ગદર્શનમાં થશે. જેમાં ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય, નેશનલ એડવાઈઝરી કમિટીનામિતલ ખેતાણી, સમસ્ત મહાજનના ડો.ગીરીશભાઈ શાહ એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈમહેતા, ચંદ્રકાન્તભાઈ શેઠ, ડો.માધવ દવે,જયેશ ઉપાધ્યાય, ચંદેશભાઈ પટેલ, રાહુલ ખીવસરા, ડો. શૈલેષ જાની, કેતન બોરીસાગર તથા સાથી ટીમ પણ ખાસ ઉપસ્થિત રહી સહકારઆપશે.કરૂૂણા અભિયાનમાં રાષ્ટ્રસંત નમ્રમૂનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આર્શીવાદ પ્રાપ્ત થયા છે તથા સમસ્ત મહાજન, અર્હમ યુવા સેવાગ્રુપ, વર્ધમાનયુવક ગ્રુપ, જૈન સોશ્યિલ ગ્રુપનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.

સારવાર માટે નંબરો જાહેર

મકર સંક્રાંતીએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.13, તા.14 તથા 15 જાન્યુઆરીમકરસંક્રાંતીનાંરોજરાજકોટના(1) ત્રિકોણબાગ, રાજકોટ (મો.9898019059 / 9898499954), (2) બાલકહનુમાનમંદિરપાસે, પેડક રોડ, રાજકોટ(મો.98980190પ9 / 9898499954) (3) આત્મીયકોલેજપાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો.9898019059 / 9898499954), (4) કિશાનપરાચોક, રાજકોટ (મો.9898019059 / 9898499954), (5) અયોધ્યાચોક, 150ફુટરીંગરોડ, રાજકોટ (મો.9898019059 / 9898499954) તથા (6) સંસ્થાનીકાયમી, નિ:શૂલ્ક એનીમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ(જુની શ્રીજી ગૌશાળા, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, હોટલ ક્રિષ્નાપાર્ક વાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, વાવડી, રાજકોટ(મો.98980190પ9 / 9898499954), (7) મોદીસ્કૂલ, પાસે, 150ફૂટરીંગરોડ, રાજકોટ (ફોન નં.02812457019), (8) શેણીમેમોરીયલટ્રસ્ટ (એનીમલહેલ્પલાઈનશેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પછી તરત, પ્રિન્સેસસ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ, રાજકોટ (મો.9898019059 / 9898499954), (9) હનુમાન મઢી પાસે, કેન્સરહોસ્પીટલની સામે, રાજકોટ ખાતે એમ કુલ વિશેષ કંટ્રોલરૂૂમ સવારે 9થીરાત્રીના7સુધીશરૂૂકરાશે.થકરૂૂણા અભિયાન 2025’ અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો: 9824221999), પ્રતિક સંઘાણી (મો. 9998030393) તથા એનીમલ હેલ્પલાઇન (મો-9898019059/9898499954)નો સંપર્ક કરવો.

Tags :
gujaratgujarat newsKaruna Abhiyan launchMakar Sankrantimakar sankranti 2025rajkotrajkot news
Advertisement
Next Article
Advertisement