રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિજય હજારે ટ્રોફીમાં વિકેટ ગુમાવ્યા વગર સૌથી વધુ રનનો રેકોર્ડ કરણ નાયરના નામે

11:25 AM Jan 04, 2025 IST | Bhumika
Advertisement

8 દિવસમાં 4 સહિત 7 સદી ફટકારી

Advertisement

વિદર્ભના કેપ્ટન કરુણ નાયરે વિજય હજારે ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો છે. નાયરે પોતાની વિકેટ ગુમાવ્યા વગર લિસ્ટ અ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 3 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ અને વિદર્ભ વચ્ચે રમાયેલી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યાં તેણે વિજય હજારે ટ્રોફીમાં સતત ત્રીજી સદી ફટકારી હતી. નાયરની લિસ્ટ અ ક્રિકેટમાં સાત સદી છે. જેમાંથી તેણે છેલ્લા આઠ દિવસમાં 4 સદી ફટકારી છે.
ભારતીય ટીમની બહાર રહેલા કરુણ નાયરે શુક્રવારે ઈતિહાસ રચ્યો હતો. તેણે વિજય હજારે ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ સામેની મેચમાં સદી ફટકારી હતી. છેલ્લી પાંચ મેચમાં આ તેની ચોથી સદી છે. આ સાથે તે લિસ્ટ અમાં આઉટ થયા વિના 530 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

યુપી સામે 308 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલા વિદર્ભ માટે નાયરે કેપ્ટનશિપ ઇનિંગ્સ રમી અને 112 રન બનાવ્યા. આ વર્ષે તે વિજય હજારે ટ્રોફીમાં પ્રથમ વખત આઉટ થયો હતો. તે યુપીના અટલ બિહારી રાયે કેચ આઉટ કરાવ્યો હતો. 33 વર્ષીય કરુણ નાયર સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે. તેણે જમ્મુ અને કાશ્મીર સામે અણનમ 112 રન બનાવીને વિજય હજારે ટ્રોફીની શરૂૂઆત કરી હતી. આ પછી તે છત્તીસગઢ સામે 44 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ પછી નાયરે સતત સદી ફટકારી હતી. તેણે ચંદીગઢ સામે 163 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પછી તેણે તમિલનાડુ સામે 111 રનની શાનદાર અણનમ ઇનિંગ રમીને ટીમને ગ્રુપ ઊમાં નંબર વન પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ ઇનિંગ બાદ નાયરે લિસ્ટ અમાં 13 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ન્યૂઝીલેન્ડના જેમ્સ ફ્રેન્કલિને 2010માં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 527 રન બનાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો. ભારત માટે ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર ટીમ ઈન્ડિયા અને આઈપીએલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. આ વર્ષે તેને દિલ્હી કેપિટલ્સે 50 લાખ રૂૂપિયામાં ખરીદ્યો હતો. કરુણ નાયરની કપ્તાનીમાં વિદર્ભ સતત સારું પ્રદર્શન કરી રહ્યું છે અને અન્ય ટીમો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે.

Tags :
indiaindia news
Advertisement
Next Article
Advertisement