સગી માતા પર દુષ્કર્મ કરનાર કપાતરને 14 વર્ષની સજા ફટકારાઇ
દોઢ વર્ષ પહેલાંના કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો
જામનગરમાં સગી માતા સાથે દુષ્કર્મ આચારવાના કેસમાં કપાતર પુત્રને અદાલતે 14 વર્ષની જેલ સજાનો હુકમ કર્યો છે. આ કેસની વિગત એવી છે કે ગત તારીખ 3/5/2023ના રોજ ફરીયાદી મહિલા ધ્વારા પોતાના પુત્ર અજય ઉર્ફે વિછી વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવેલ કે તેણીના પતિ દોઢ વર્ષ પહેલા અવસાન પામેલ હતા અને તેઓ તેઓના પુત્ર અજય ઉર્ફે વિછીને રોજ રાત્રે મોડા ઘરે આવવાની ટેવ હતી જેથી તે દિવસે તેઓ દરવાજો ખુલ્લો રાખીને પોતાના રૂૂમમાં સુઈ ગયેલ જેથી રાત્રી ના 12 : 30 ની આસપાસ તેણીનો પુત્ર તેણી માં ને કહેલ કે મને પથારી કરી આપેલ જેથી તેણી માં તેના રૂૂમમાં પથારી કરવા ગયેલ ત્યારે અજય ઉર્ફે વિછીના મોં માંથી નસો કરેલ ની વાસ આવતી હતી અને ત્યારે તેણીના દિકરા અજયે રૂૂમના બારી દરવાજા બંધ કરી દીધેલ અને લાઈટ બંધ કરી તેણી માં ને કહેલ કે મારા પગ દુખે છે. મને પગ દાબી દે જેથી તેની માં પગ દબાવતી હતી.
દરમિયાન તેના પુત્ર અજય ઉર્ફે વિછી એ તેણીને બળ જબરી થી પકડી તેણી ઈચ્છા વિરૂૂધ્ધ બળાત્કાર કર્યો હતો, અને પછી તેને ધમકી આપેલ કે જો તુ કોઈને આ વાત કહીશ તો તને જાન થી મારી નાખીશ તેવી ધમકી આપી અને સુઈ ગયેલ.
ત્યારબાદ તેની માં ઘર થી નીકળી ગયેલ અને ડરનાં કારણે જી.જી. હોસ્પીટલના ગાયનેક વિભાગની લોબીમાં જાઈ ને ત્યાં સુઈ ગઇ હતી. ત્યારબાદ ફરીયાદી એ પોલીસ માં પોતાનાં સગા પુત્ર અજય ઉર્ફે વિછી વિરૂૂધ ફરીયાદ નોંધાવેલ, જેથી પોલીસે આરોપી પુત્ર અજય ઉર્ફે વિછી ને પકડી અને જેલ હવાલે કર્યો હતો.
આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા 15 જેટલા સાક્ષીઓ અને 25 જેટલા દસ્તાવેજી પુરાવા તપાસવામાં આવ્યા હતા. અને સરકાર તરફે હાજર રહેલ સરકારી વકીલ રાજેશ કે. વસીયર એ દલીલ કરેલ કે હાલનો કેસ સમાજ માટે કલંકરૂૂપ કિસ્સો છે જેથી હાલના આરોપીને સખ્તમાં સખ્ત સજા કરમાવવામાં આવે જેથી સરકારી વકીલ ની દલીલો ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપી અજય ઉર્ફે વિછીને 14 વર્ષ સખ્ત કેદની સજા તથા રૂા.15,000નો દંડ ભરવાનો હુકમ ફરમાવેલ તેમજ પીડીતા.ને રૂા.1 લાખનું વળતર ચુકવવાનો પણ હુકમ કરેલ. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે, વસીયર ઉપસ્થિત રહયા હતા.