For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાંતિલાલનો ગાંધીનગરમાં રાજીનામાનો હાઈવોલ્ટેજ ડ્રામા

04:17 PM Jul 14, 2025 IST | Bhumika
કાંતિલાલનો ગાંધીનગરમાં રાજીનામાનો હાઈવોલ્ટેજ ડ્રામા

મોટરકારોના કાફલા સાથે દળકટક મોરબીથી ગાંધીનગર પહોંચ્યું પણ ઈટાલિયા નહીં ફરકતા હાકલા પડકારા કરી ફરી મોરબી ભેગા

Advertisement

અધ્યક્ષનો સમય લીધા વગર રાજીનામુ આપવા પહોંચ્યા, અમૃતિયાએ કહ્યું આ મારી વ્યક્તિગત લડાઈ: ઈટાલિયા ઓટલે બેસીને નાટકો કરે છે

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરથી તાજેતરમાં પેટા ચૂંટણી જીતેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા વચ્ચે ચાલી રહેલા રાજીનામાના રાજકીય ડ્રામાનો આજે બપોરે ગાંધીનગરમાં એક તરફી અંત આવ્યો હતો.

Advertisement

અગાઉ આપેલી ચેલેન્જ મુજબ આજે બપોરે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા 70 જેટલી કારમાં ટેકેદારો અને ભાજપના આગેવાનો સાથે ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતાં અને રાજીનામાના હાકલા પડકારા વચ્ચે ગોપાલ ઈટાલીયાની અડધો કલાક રાહ જોઈ હતી. પરંતુ ઈટાલીયા નહીં આવતાં અમૃતિયા વિજયની ઉજવણી કરી ફરી મોરબી હંકારી ગયા હતાં.

ગાંધીનગરમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા હતા. 70થી વધુ કારના કાફલા સાથે કાંતિ અમૃતિયાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગરમાં પણ કાંતિ અમૃતિયાના સમર્થકો એકત્ર થયા હતા. કાંતિ અમૃતિયાના પુત્ર સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. જો કે, રાજીનામું આપવા નીકળેલા કાંતિ અમૃતિયાએ અધ્યક્ષનો સમય માંગ્યો નથી. ગોપાલ ઈટાલિયાએ પણ અધ્યક્ષ અથવા કાર્યાલયમાં જાણ કરી નથી. રાજીનામું આપવા જતા સભ્યો અધ્યક્ષને અગાઉથી જાણ કરતા હોય છે.

કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાની રાજીનામાની ચેલેન્જનો રાજકીય ડ્રામા આજે ચરમસીમા પર પહોંચી હતી. ધારાસભ્ય કાંતિ અમૃતિયા 70થી વધુ કારના કાફલા સાથે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા. ગાંધીનગર વિધાનસભા ગેટ બહાર કાંતિ અમૃતિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની રાહ જોઈ હતી. કાંતિ અમૃતિયાએ હુંકાર કર્યો કે હું રાજીનામું ન આપું તો મારા બાપમાં ફેર અને એ ન આપે તો એના બાપમાં ફેર. સાથે જ કહ્યું કે મારા રાજીનામાંને લઈને પાર્ટી એ કોઈ નિર્ણય લીધો નથી. આ મારી વ્યક્તિગત લડાઈ છે. તો ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરતા કહ્યું કે ઓટલા પર બેસીને ખોટા નાટકો કરે છે.

મોરબીથી ગાંધીનગર સુધી હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. બીજી તરફ રાજીનામાની સામસામી ચેલેન્જોના કારણે આજે પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે મોરબીમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. લલિત કગથરાની આગેવાનીમાં કોંગ્રેસે આક્રમક વિરોધ કર્યો હતો. મોરબીમાં મહાનગરપાલિકા ઘેરાવનો કોંગ્રેસે પ્રયાસ કર્યો હતો. મોરબી મહાનગરપાલિકા બહાર પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો. પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરજાદા પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કગથરા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અમૃતિયા-ઈટાલિયા મુદ્દે ભાજપે હાથ અધ્ધર કર્યા
ભાજપના મીડિયા કન્વિનર યજ્ઞેશ દવેએ બન્ને ધારાસભ્યોની ચડસા-ચડસીમાં પાર્ટીનું સ્ટેન્ડ ક્લીયર કર્યું છે. કોંગ્રેસના લલિત કગથરાને માટે એટલું જ કહેવું છે કે, આ માટે ભાજપ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન કે જાહેરાત કરવામાં આવી નથી. અમારી પાર્ટી દ્વારા એવી ક્યારેય જાહેરાત નથી કરવામાં આવી કે, અમારા આ ધારાસભ્ય રાજીનામું આપશે. આ બન્ને ધારાસભ્યો કાંતિ અમૃતિયા હોય કે ગોપાલ ઈટાલિયા હોય તે બન્ને ધારાસભ્યોની આંતરિક ડિબેટ છે. આંતરીક લડાઇમાં શુ પરિણામ આવશે અને શુ કરવુ? તે બન્ને ધારાસભ્યો જ નક્કી કરશે, જેમાં પક્ષ કોઇ પ્રકારનુ સ્ટેન્ડ નહી લે.

આવા રાજકીય સ્ટંટમાં સમય ન વેડફો, કામમાં ધ્યાન આપો: અધ્યક્ષની ટકોર
કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાની રાજીનામાની ચેલેન્જનો રાજકીય ડ્રામા હવે ચરમસીમા પર પહોંચ્યો છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા 70થી વધુ કારના કાફલા સાથે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા. આ સમગ્ર પોલિટિકલ સ્ટંટ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ધારાસભ્યોએ આવા રાજકિય સ્ટંટમાં સમય વેડફવો જોઇએ નહિ પરંતુ લોકોના કામ કરવા પર ધ્યાન આપવું જોઇએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement