માનસિક બિમારીથી કંટાળીને કલ્યાણપુરના યુવાનનો આપઘાત
ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા રામદેભાઈ ખીમાભાઈ કરંગીયા નામના 38 વર્ષના યુવાન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હોય અને તેમની ચાલુ સારવાર વચ્ચે તેમણે કંટાળીને પોતાની વાડીએ જઈને પોતાના હાથે એસિડ પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની જશુબેન કરંગીયાએ ભાણવડ પોલીસને કરી છે.
મીઠાપુરમાં વૃદ્ધાનું લોહીની ઉલટી થાય બાદ મૃત્યુ
મીઠાપુરમાં ટાટા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા દેવીબેન હમીરભાઈ ચાનપા નામના 68 વર્ષના વૃદ્ધ મહિલાને તા. 17 ના રોજ એકાએક મોઢામાંથી ફીણ નીકળ્યા બાદ લોહીની ઉલટી થતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર પરબતભાઈ ચાનપાએ મીઠાપુર પોલીસને કરી છે.
કલ્યાણપુરના વૃદ્ધાને હૃદય રોગનો હુમલો
કલ્યાણપુર તાલુકાના જોધપુર ઉપાધ્યાય ગામે રહેતા મોંઘીબેન નાથાભાઈ મેઘજીભાઈ સોનગરા નામના 60 વર્ષના મહિલાને ભાટિયા ગામે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જે અંગેની જાણ મૃતકના પુત્ર માધાભાઈ સોનગરાએ કલ્યાણપુર પોલીસની કરી છે.