કાલાવડ તાલુકા ભાજપ દ્વારા બિનહરીફ સરપંચો અને સદસ્યોનું કરાયું સન્માન
કાલાવડ તાલુકાના ગામોના બિન હરીફ સરપંચો તેમજ સદસ્યોનું સન્માન કાલાવડ તાલુકા ભાજપ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પ્રસંગે કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, શહેર પ્રમુખ નીરવભાઈ ભટ્ટ, જિલ્લા ઉપપ્રમુખ ગાંડુભાઈ ડાંગરીયા, શહેર પૂર્વ પ્રમુખ હસમુખભાઈ વોરા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ભુમિતભાઈ ડોબરીયા, જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશભાઈ સાંગાણી, કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પાનસુરીયા, નગરપાલિકા પ્રમુખ રંજનબેન રાખોલીયા, જિલ્લા ભાજપ મંત્રી હિનાબેન રાખોલીયા, તાલુકા મહામંત્રી ભાવેશભાઈ વિરડીયા, અંબાલાલસિંહ જાડેજા, શહેર મહામંત્રી મીતભાઈ ફળદુ, કિશોરભાઈ નિમાવત, પી.ડી. જાડેજા, ઈન્દ્રસિંહ જાડેજા, છગનભાઈ સોરઠિયા, મૂળજીભાઈ ધૈયડા, એમ.પી. ડાંગરિયા, જેન્તીભાઇ પાનસુરીયા, યુવરાજસિંહ જાડેજા સહિત ભાજપના આગેવાનો તથા બિન હરીફ પદે વરણી થયેલ સરપંચો તેમજ સદસ્યો હાજર રહ્યા હતા.