For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડ વકીલ મંડળ દ્વારા એડવોકેટની નિર્મમ હત્યા કરનારને કડક સજા આપવા માંગ

01:25 PM Jun 17, 2025 IST | Bhumika
કાલાવડ વકીલ મંડળ દ્વારા એડવોકેટની નિર્મમ હત્યા કરનારને કડક સજા આપવા માંગ

કાલાવડ વકિલ મંડળ દ્ધારા કાલાવડ મામલતદાર ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી. કાલાવડ મુકામે કાલાવડ બાર એશોસિયેશનના સભ્ય અને સેકેટરી પદના હોદેદાર ઈમ્તિયાઝભાઈ કેસરભાઈ દોઢીયાની નિર્મમ અને ઘાતકી હત્યા કરવામાં આવેલ છે અને તે અંગે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કલમ 103(1), 61, 352, 351(3) તથા જી.પી. એકટની કલમ 135 મુજબ આરોપી વૈભવ ચાવડા, યોગેશ ઉર્ફે લાલો ભીખાલાલ પરમાર સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે.

Advertisement

સમગ્ર બનાવની ગંભીતાને ધ્યાને લેતા અને ફરિયાદ મુજબની વિગતો કાલાવડ મુકામે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા મરણ જનાર ઈમ્તિયાઝભાઈ કેસરભાઈ દોઢીયા ઉપરોકત બને આરોપીઓ દ્વારા પૂર્વ આયોજિત કાવતરું ઘડી સદર મરણ જનારના ચોક્કસ પણે મોતને ઘાટ ઉતારવાના ઈરાદા સાથે ઉપરાછાપરી છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે મરણ જનારને અસંખ્ય છરીના ઘા કરી મોતને ઘાટ ઉતારેલ છે બનાવની વધુ વિગતે બનાવ સ્થળ થી સરકારી હોસ્પિટલ અંદાજીત માત્ર 2-00 કિલોમીટર દુર હોવા છતાં અને મરણ જનારનું તાત્કાલિક તુરંત હોસ્પીટલે પહોંચાડે તે પહેલા જ મૃત્યુ થઇ ગયેલું આ હકીકત સ્પષ્ટ દર્શાવે છે કે સદરહુ આરોપીઓ દ્વારા મરણ જનારની ઘાતકી હત્યા કરવાના ચોક્કસ ઈરાદાથી જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો મરણ જનાર જયારે વ્યવસાયે વકીલ હતા અને સમાજના આબરૂૂદાર વ્યક્તિ હતા તેમ છતાં આરોપીઓ દ્વારા સરાજાહેર ક્રૂર અને ઘાતકી રીતે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિને મોતને ઘાટ ઉતારેલ છે ત્યારે કાલાવડ શહેર અને તાલુકામાં આ બનાવથી સામાન્ય લોકોમાં અને સમાજમાં અત્યંત ભયનો માહોલ ઉભો થયેલ છે અને સમગ્ર સમાજમાં આરોપીઓ પ્રત્યે ફીટકારની લાગણી ઉત્પન થયેલ છે.

ગુન્હાના કામે નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા પહેલા જીલ્લા કક્ષાએ ડી.જી.પી. પાસે ચાર્જશીટનો અભ્યાસ કરી રીપોર્ટ મેળવવા નમ્ર રજૂઆત છે,ગુન્હાના કામે આરોપીઓને કોઈ ટેકનીકલ ક્ષતિના કારણે જામીન મેળવવા પાત્રના ન થાય તે બાબતનું ખાસ તકેદારી રાખવા નમ્ર રજૂઆત છે, ગુન્હાના કામે ચાર્જશીટ બાદ સદરહુ કેસની ટ્રાયલ ચલાવવા ખાસ સરકારી વકીલ તરીકે યોગ્ય, નિષ્પક્ષ અને સીનીયર વકીલની ખાસ કિસ્સા તરીકે નિમણૂક કરવા નમ્ર રજૂઆત છે. કાલાવડ શહેરમાં જયારે ખુલ્લે આમ અને જાહેરમાં વકીલની નિર્મમ અને ઘાતકી હત્યા થઇ શકતી હોય તો સદર બનાવની ગંભીરતા ધ્યાને લઇ સમાજમાં ફરીને આવા બનાવો ન બને તે માટે ઉપરોકત તમામ બાબતો માટે ચોકસાઈ થી તપાસ કરવા અને તપાસ બાદ ચાર્જશીટ અને કાયદાથી થતી સખ્તમાં સખ્ત સજા આરોપીઓને થાય તે અંગે યોગ્ય કરવા કાલાવડ બાર એશોસિયેશનના તમામ વકીલ સભ્યો ઉપસ્થિતિ રહિને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે...તેમજ આવેદનની નકલ મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર ખાતે રવાના કરેલ છે..

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement