ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકે કાળાભાઈ બારૈયાની પસંદગી
ઓલ ઇન્ડિયા કિસાન સભા સંલગ્ન ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લા નું છઠ્ઠું પ્રતિનિધિ અધિવેશન ઉપલેટા ખાતે પશુપાલક હોલમાં યોજાયું આ અધિવેશન સ્થળનું નામંકરણ ખેડૂત અને શ્રમજીવી મહિલા આગેવાન સ્વાતંત્ર સેનાની ધીરુબેન પટેલ નગર રાખવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાંથી 70 પ્રતિનિધિ ઓ એ ભાગ લીધો હતો.
સંમેલનની શરૂૂઆતમાં શ્રદ્ધાંજલિ અને શોક પ્રસ્તાવ દેવનભાઈ વસોયાએ રજૂ કર્યો અને અધિવેશનના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત કિસાન સભાના રાજ્ય પ્રમુખ ડાયાભાઈ ગજેરા એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિઓના કારણે ખેડૂતો સામે અનેક પડકારો છે તેને પહોંચી વળવા માટે ખેડૂતોનું મજબૂત અને તાકાતવર સંગઠન બનાવવા ઉપર ભાર મૂક્યો હતો.
સંમેલનમાં કરાવો સરકારી અને સહકારી દેવા નીચે દબાયેલા ખેડૂતોના કાળજા માફ કરો પ્રધાન પ્રધાનમંત્રી ફસલબીમાં યોજના સરકાર હસ્તક શરૂૂ કરો તેમજ મુક્ત વ્યાપાર સમજૂતી કરાર રદ કરો એવી મુખ્ય માંગો અંગે છ જેટલા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. સરકાર બિન લોકશાહી પદ્ધતિઓ અમલમાં મૂકી રહી છે ત્યારે ખેડૂતોએ લોકશાહી અધિકારોનું રક્ષણ કરવા મેદાનમાં આવવું પડશે રાજ્ય અધિવેશન માં 25 ડેલિકેટો ચૂંટવામાં આવ્યા હતા અને 30 સભ્યોની જિલ્લા સમિતિની ચૂંટણી સળવાનું મતે કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે કાળાભાઈ બારૈયા ઉપપ્રમુખ દેવનભાઈ વસોયા ઉપપ્રમુખ લખમણભાઇ પાનેરા સંગઠન મંત્રી દિનેશભાઈ કંટારીયા ખજાનચી મેણસીભાઈ ડેર ને સર્વનું મતે ચૂંટવામાં આવ્યા હતા અધિવેશન ના સંચાલનની કાર્યવાહી દિનેશભાઈ કંટારીયા અને તેમની ટીમે સફળતાપૂર્વક કરી હતી.