For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 15 જૂન પહેલા? મતદાર યાદી પ્રસિધ્ધ

11:57 AM May 06, 2025 IST | Bhumika
કડી વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 15 જૂન પહેલા  મતદાર યાદી પ્રસિધ્ધ

Advertisement

રાજ્યમાં ખાલી પડેલી મહેસાણા જિલ્લાની કડી અને જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ચૂંટણી પ્રક્રિયાના મહત્વપૂર્ણ ભાગ રૂૂપે, ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મુજબ, આ બંને વિધાનસભા મતવિસ્તારોની આખરી મતદાર તા.05 મેના પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે, જેના પગલે ચૂંટણીની જાહેરાત હવે ગમે ત્યારે થઈ શકે છે.

રાજકીય વર્તુળોમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ સાથે યોજાઈ શકે છે. જો આ શક્યતા સાચી ઠરે, તો જૂન મહિનાની મધ્ય સુધીમાં, એટલે કે 15 જૂન પહેલા, આ બંને બેઠકો પર મતદાન યોજાઈ શકે છે.તા. 05 મેના પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ, બંને મતવિસ્તારોમાં કુલ મતદારોની સંખ્યા નીચે મુજબ છે. 24 કડી વિધાનસભા મહેસાણા જિલ્લો: કુલ 2,89,746 મતદારો નોંધાયા છે, જેમાં 1,49,719 પુરુષ, 1,40,023 મહિલા અને 4 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. 87 વિસાવદર વિધાનસભા, જુનાગઢ જિલ્લો: કુલ 2,61,052 મતદારો નોંધાયા છે, જેમાં 1,35,597 પુરુષ, 1,25,451 મહિલા અને 4 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.

Advertisement

મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ બાદ આખરી યાદીમાં મતદારોનો વધારો પણ નોંધાયો છે. કડી વિધાનસભા મતવિસ્તારમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 376 મતદારોનો વધારો થયો છે (152 પુરુષ અને 224 મહિલા). વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં 185 મતદારોનો વધારો નોંધાયો છે (24 પુરુષ, 160 મહિલા અને 1 ત્રીજી જાતિના મતદાર). આમ, બંને મતવિસ્તારના મળી કુલ 561 મતદારોનો વધારો નોંધાયો છે. અગાઉ 08 એપ્રિલ, 2025ના રોજ પ્રસિદ્ધ થયેલી મુસદ્દા મતદાર યાદી મુજબ કડીમાં કુલ 2,89,370 અને વિસાવદરમાં કુલ 2,60,867 મતદારો હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement