For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

9મીથી કોંગ્રેસની ન્યાયયાત્રા, તા.11મીએ રાજકોટમાં સંવેદના સભા

04:45 PM Aug 02, 2024 IST | Bhumika
9મીથી કોંગ્રેસની ન્યાયયાત્રા  તા 11મીએ રાજકોટમાં સંવેદના સભા
Advertisement

TRP ગેમ ઝોન સહિતના વિસ્તારમાં ફરશે: તા.15મીએ સુરેન્દ્રનગરમાં મહાધ્વજવંદન, અમદાવાદ ગાંધી આશ્રમમાં મહાસભા: જાહેરાત

વિધાનસભા શરૂ થતા સત્ર દરમિયાન ગાંધીનગરમાં યાત્રા પહોંચશે અને આંદોલન કરાશે

Advertisement

રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્ય દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં મોરબી થી નીકળનારી ન્યાયયાત્રાની સંપૂર્ણ વિગતો રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, કિસાન મોરચાના પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા વિગતો આપવામાં આવી હતી.

લાલજીભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોરબીથી તારીખ 9થી શરૂ થતી ન્યાય યાત્રા ત્રણ પ્રકારના યાત્રિકો હશે એક ન્યાય યાત્રીઓ કે જેઓ હર હંમેશ આરંભથી અંત સુધી યાત્રાની સાથે જોડાયેલા રહેશે જે સતત 15 દિવસ સુધી પદયાત્રામાં ગાંધીનગર સુધી રહેશે બીજા જિલ્લાના ન્યાયત્રીઓ જો પાંચ થી સાત કલાક પૂરતા અને જે તે જિલ્લામાં પદયાત્રીઓ આવશે ત્રીજા પ્રકારના સહયાત્રીઓ એ સહકાર યાત્રીઓ જ્યારે જોડાવું હોય ત્યારે જોડાઈ શકે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકે એ પ્રકારના યાત્રિકો રહેશે 9 ઓગસ્ટે શરૂૂ થતી યાત્રાએ મોરબીના ઝુલતા પુલે થી શરૂૂ કરવામાં આવશે તે ક્રાંતિ દિન તરીકે ઓળખાશે 15 મી ઓગસ્ટે મહાધ્વજવંદન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે ત્યારબાદ યાત્રા વિરમગામ સાણંદ થી અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમે અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવાશે.

મોરબીથી સવારે 9:00 વાગે શરૂૂ કરવામાં આવશે.ટંકારા ગૌરીદડ સંભવત 11 તારીખે રાજકોટમાં સાંજે પહોંચશે ટીઆરપી ગેમ ઝોન ખાતે સંવેદના સભા થશે સવારમાં રાજકોટના મહત્વના વિસ્તારમાં ફરશે 13 તારીખે સુરેન્દ્રનગર પ્રયાણ કરશે. આખા ગુજરાતને એ સંદેશો આપવા માંગીએ છીએ કે આગામી દિવસોમાં ગુજરાતમાં સતા પરિવર્તન ની એક લહેર ઊભી થઈ છે પદયાત્રામાં 100 પદયાત્રીઓ કાયમી હશે. ગુજરાતમાં આ પ્રકારની સાત પદયાત્રાઓ કાઢવામાં આવશે.

જેમાં આદિવાસીઓ વિસ્તારો માછીમારીના વિસ્તારોમાં થતા અન્યાય આ અંગે આગામી દિવસોમાં કાર્યક્રમો પણ જાહેર કરવામાં આવશે યાત્રા પ્રદેશ પ્રમુખ વિપક્ષી નેતા ગુજરાતના પ્રભારી મુકુલ વાસ્તવિક સાથે રહી ગુજરાતમાં જવાબદારીઓ સોંપી છે તે પ્રમાણે યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ચાલશે.
યાત્રામાં ક્યાંય પણ ઢોલ નગારા સ્વાગત કરવામાં આવશે નહીં ફક્ત સૂતરની આટીથી સ્વાગત કરાશે રાષ્ટ્રીય નેતાઓ અને ખુદ રાહુલ ગાંધી પણ આ યાત્રામાં યાત્રાના સમય ગાળા દરમિયાન જોડાવાની પૂરી શક્યતા છે. પીડિત પરિવારો પણ આ યાત્રામાં પોતાને ન્યાય મળે એટલા માટે જોડાવાના છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી સરકાર અને અપેક્ષા મુજબ કુલડીમાં ગોળ ભાંગ્યો છે એક પણ આઇપીએસ કે આઈએએસ કે જવાબદાર પદાધિકારીઓને ટીઆરપી ઝોન મુદ્દે પકડવામાં આવ્યા નથી ભાજપના નેતાઓને અને મગરમચ્છ અધિકારીઓ જે મોટા અધિકારીઓ છે તેને ક્લીન ચીટ આપી છે અગ્નિકાંડના મુદ્દે અને અન્ય મુદ્દાઓને લઈને 9 ઓગસ્ટથી શરૂ થતી આ ન્યાય યાત્રા વિધાનસભા સત્ર ચાલુ થશે તે સમયે ગાંધીનગરમાં પહોંચશે અને આ અંગે ગાંધીનગરમાં અવાજ ઉઠાવવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement